રાજકોટઃ રાજ્યના મોટાભાગના હાઈવે ઉપર હજારો હોટલો આવેલી છે. પરંતુ કેટલી હોટલો જાણે ઉઘાડી લૂંટ ચલાવતી હોય એમ વસ્તુઓ ઉપર લખેલા ભાવ કરતા વધારે રૂપિયા વસૂલે છે. આવી જ એક રાજકોટ લીંબડી હાઈવે ઉપર આવેલી હોટલ સામે ઉઘાડી લૂંટની કરતી હોવાની લોકોની ફરિયાદ છે. આ કિસ્સો ત્યારે સામે આવ્યો જ્યારે એક મુસાફરે હોટલ હોનેસ્ટ સામે વધારે પૈસા લેતા હોવાની ફરિયાદ કરી તો હોટલના સંચાલકોએ મારી નાખવાની ધમકી આપી હતી.
મળતી માહિતી પ્રમાણે રાજકોટ લીંબડી નેશનલ હાઈવે ઉપર ભાજપના ધારાસભ્યની માલિકીની હોનેસ્ટ હોટેલ આવેલી છે. અહીં એક મુસાફરે હોટલ સંચાલકોને વસ્તુ ઉપર લખેલા ભાવ કરતા વધારે રૂપિયા લેતા હોવાની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ હોટલ સંચાલકો અને મુસાફર વચ્ચે તકરાર થઈ હતી. જોકે, તકરાર વધતાં હોટલ સંચાલકો તરફથી તેમની હોટલ પાછળ આવેલા ફાર્મ હાઉસમાં લઈ જઈ માર મારવા અને મારી નાખવાની ધમકી આપીને ડરાવે છે.
સંચાલકો દ્વારા મુસાફરને બેફામ અપશબ્દ બોલી માર મારી લૂંટ કરી હતી. જો ભાજપના ધારાસભ્યની હોટલમાં જ મુસાફરોને લૂંટવામાં આવતા હોય તો બાકીની હોટલો શું ન કરતી હોય. આ સમગ્ર ઘટના વીડિયો જાગૃત નાગરિકે ઉતાર્યો હતો. જાગૃત નાગરિક દ્વારા લીંબડી પોલીસ સ્ટેશનમાં સમગ્ર ઘટનાને લઈને ફરિયાદ નોંધાવવામાં આવી છે.