જામનગરની નર્સે ક્રૂરતાની હદ વટાવી, ગલૂડિયાને સ્કૂટી પાછળ દોરડેથી બાંધી ઢસડ્યું

Jamnagar GG Hospital nurse Ties Dog To His scooty and dragged

જામનગર શહેરમાં રહેતી એક નર્સે ક્રૂરતાની હદ વટાવી છે. નર્સે ગલૂડિયાને સ્કૂટી પાછળ દોરડેથી બાંધી રસ્તા પરથી ઢસડતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતાં નર્સ સામે ચોમેરથી ફિટકારની લાગણી વરસી રહી છે.

જામનગર શહેરના સ્વામિનારાયણનગર વિસ્તારમાં રહેતી અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મહિલાએ ક્રૂરતાની હદ વટાવી છે. મંગળવારે મહિલાએ પોતાના સ્કૂટીની પાછળ વિસ્તારના એક શ્વાનના બચ્ચા (ગલૂડિયા)ને દોરડેથી પોતાના સ્કૂટીની પાછળ બાંધી દીધું હતું, અને ત્યારબાદ સ્કૂટી ચાલુ કરીને નિર્દોષ પ્રાણી એવા ગલૂડિયાને સ્કૂટીની પાછળ ઢસડયો હતો.

 

વાયરલ વીડિયો અનુસાર શ્વાનના બચ્ચાના આગળના બંને પગ ઢસડાયા હતા અને ઇજાગ્રસ્ત બનીને ચીસાચીસ કરી મૂકી હતી. જેને લઈને કેટલાક પશુ પ્રેમીઓએ આ ઘટનાની નિંદા કરી હતી અને સંસ્કારી મહિલા સામે ફિટકારની લાગણી વર્ષાવી હતી. દરમિયાન એક પશુ પ્રેમી એવા સ્થાનિક નાગરિકે શ્વાનના ઇજાગ્રસ્ત બચ્ચાને જામનગરના એક ખાનગી પશુ દવાખાનામાં લઈ જઈ તેની સારવાર કરાવડાવી હતી.

મહિલા જી.જી. હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે, તેમજ તેના પતિ પણ શિક્ષક તરીકે નોકરી કરે છે. આવા સંસ્કારી પરિવારની મહિલા દ્વારા કરવામાં આવેલા આ અધમ કૃત્યને લઈને લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.


આ પણ વાંચોઃ ગુજરાતમાં વધુ એક પોન્ઝી કૌભાંડ, ઊંચું વળતરની લાલચ આપી કંપનીએ કરોડોનો ચૂનો ચૂપડ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!