સુરત APMCમાંથી 10 લાખની કિંમતનો ચાઈનીઝ લસણનો જથ્થો ઝડપાયો

સુરત: માર્કેટમાં અનેક ચાઈનીઝ વસ્તુઓની સાથે-સાથે ચાઈનીઝ ખાદ્યપદાર્થો પણ માર્કેટમાં માઝા મૂકી રહ્યા છે. ત્યારે હવે આ વચ્ચે ફરી એક વખત રાજ્યમાંથી ચાઈનીઝ લસણ ઝડપાયું છે. સુરતમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ લસણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ લસણ જપ્ત કરાયું છે. આ લસણ સુરત APMCમાં વેચાણ માટે મૂકવામાં આવ્યું હતું. પરંતુ આ દરમિયાન APMCના સ્ટાફને શંકા જતાં તેમણે તાત્કાલિક ક્રોસ વેરિફિકેશન કર્યું હતું. ત્યારબાદ આ ચાઈનીઝ લસણ હોવાનો ખુલાસો થયો હતો.ત્યારબાદ આ ચાઈનીઝ લસણની 43 ગુણી જપ્ત કરી લેવામાં આવી હતી. આ જપ્ત કરાયેલા લસણની અંદાજિત કિંમત રૂપિયા 10 લાખ હોવાની માહિતી મળી રહી છે.

સુરત APMCમાંથી 2,150 કિલો ચાઈનીઝ લસણ ઝડપાયુ

વર્ષ 2014થી ભારતમાં ચાઈનીઝ લસણના વેચાણ પર ભારતમાં પ્રતિબંધ છે. કારણ કે તેમાં અનેક પ્રકારના હાનિકારક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે સુરત APMCમાંથી 2,150 કિલો ચાઈનીઝ લસણ ઝડપાયુ છે. જેની કિંમત 10 લાખ રુપિયા જેટલી માનવામાં આવી રહી છે. ખેડૂતોની આજીવિકાના રક્ષણ તેમજ લોકોના સ્વાસ્થ્યના રક્ષણ માટે ચાઈનીઝ લસણ ઉપર પ્રતિબંધ છે, ત્યારે ચાઈનીઝ લસણનો મોટો જથ્થો પકડાતા ચકચાર મચી ગઈ છે.

ચાઈનીઝ લસણનો નાશ કરી દીધો

સુરત એપીએમસીએ 2,150 કિલો ચાઈનીઝ લસણનો નાશ કરી દીધો છે. આ સાથે જ આ લસણ કેવી રીતે અહીં પહોંચ્યુ તે અંગેની તપાસ શરુ કરી છે. ચાઈનીઝ લસણ અહીં પહોંચાડનાર આરોપીઓને શોધવા પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!