સુરત: ‘કાનૂન કે હાથ લંબે હોતે હે’ આખરે એ સાબિત થયું. સુરતમાં 31 વર્ષે હત્યાનો આરોપી ઝડપાયો હતો. 31 વર્ષ પહેલા આ આરોપી હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. 1994થી વરાછા પોલીસના ચોપડે વોન્ટેડ આરોપીને શહેરની ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે હત્યા જેવા ગંભીર ગુનાઓમાં ફરાર આરોપીઓને શોધવા માટે તજવીજ હાથ ધરી હતી. પોલીસે પોતાના બાતમીદારોને કામે લગાડી આરોપીઓની શોધખોળ શરૂ કરી. ત્યારે હવે પોલીસને મોટી સફળતા મળી છે. 31 વર્ષ બાદ રૂમ પાર્ટનરની હત્યા કરી ફરાર થનાર આરોપીને ઝડપી પાડ્યો.
લાફો મારવા જેવી સામાન્ય બાબતમાં હત્યા
ક્રાઈમ બ્રાંચની ટીમે 31 વર્ષ પહેલા એક શખ્સની હત્યા કરી ફરાર થનાર આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી 1994માં વરાછા પોલીસ સ્ટેશનના ચોપડે વોન્ટેડ હતો. આરોપી એક ઉડિયા યુવક છે જેણે લાફો મારવા જેવી સામાન્ય બાબતે બબાલ કરી એક શખ્સની હત્યા કરી નાખી હતી. માથાકૂટ થયા બાદ ઉડિયા યુવક આરત દિવાકર બિસોઈએ લાફો મારનારને ચપ્પુથી રહેંસી નાખ્યો હતો. લાફો મારનારની હત્યા કર્યા બાદ થોડા સમય સુધી બિસોઇ, ઓરિસ્સા અને બંગાળમાં છુપાઈને રહેતો હતો. વારંવાર સ્થળાંતર કર્યા બાદ આખરે આરોપી સુરત આવી પહોંચ્યો હતો અને હવે તે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.
આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
પોલીસે આરોપીને શોધવા માટે પોતાના બાતમીદારોને એક્ટિવ કર્યા હતા અને બાતમીના આધારે ઉડિયા યુવકને 31 વર્ષે સુરતમાંથી ઝડી પાડ્યો છે. આરોપીનું નામ આરત દિવાકર બિસોઈ છે. પોલીસને બાતમી મળી હતી કે આરોપી પુણા ગામ શાકમાર્કેટમાં કામ કરે છે. બાતમીના આધારે પોલીસે 1994માં વરાછા પોલીસ સ્ટેશન ચોપડે નોંધાયેલા હત્યાના આરોપી ઉડિયા યુવકની ધપકડ કરી છે. વરાછા પોલીસે હત્યાના ગુનાના આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.