સુરેન્દ્રનગર ખાતે ત્રિદિવસીય ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબિશન (Surendranagar Global Mega Expo) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્ટોલ ધારક દ્વારા એક ગુજરાતી અભિનેત્રીને બોલાવી ઠુમકા કરાવતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક તર્કવિર્તકો સર્જાયા હતા. જોકે, આયોજકોને આ બાબત ધ્યાન પર આવતા 2 જ મિનિટમાં સાઉન્ડ બંધ કરાવ્યું હતું.
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું તારીખ 26 ડીસેમ્બરના રોજ નિધન થતા કેન્દ્ર સરકાર દ્વારા સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. સરકારનો કાંકરીયા કાર્નિવલનો પ્રોગ્રામ પણ રદ કરવામાં આવ્યો છે. ત્યારે ગ્લોબલ બિઝનેસ એક્સપોમાં અભિનેત્રી-ડાન્સરનો ઝાલાવડની ગરીમાને લાંછન લગાડતો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થતા ચોમેરથી ફિટકારની લાગણી વરસી રહી છે.
રાષ્ટ્રીય શોક વચ્ચે સુરેન્દ્રનગરના ગ્લોબલ મેગા એક્સપો કાર્યક્રમમાં અભિનેત્રીના ઠુમકા
@zfti_official #Surendranagar pic.twitter.com/6htCxOqJl5
— polkholgujarati (@polkholgujarati) December 31, 2024
જો કે આ કાર્યક્રમના ઉદ્ઘાટનમાં સાંસદ ચંદુભાઇ સિહોરા, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાઘ્યક્ષ વર્ષાબેન દોશી, ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્સપોના આયોજક નરેશ કેલા અને કિશોરસિંહ ઝાલા હાજર રહ્યા હતા. ગ્લોબલ ઝાલાવાડ એક્સપો 2024નો કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવવાની જાહેરાત આયોજકો દ્વારા પત્રકાર પરિષદ કરીને કરવામાં આવી હતી.પરંતુ મુખ્યમંત્રી હાજર ન રહેતા લોકોમાં અનેક પ્રકારની વાતો વહેતી થઇ હતી.
ઝોરદાર ઝાલાવાડ સમૃદ્ધ ઝાલાવાડના સંકલ્પ સાથે યોજાયેલા આ એક્સપોમાં ગુજરાતી ફિલ્મ હિરોઇનના ઠુમકા અને ડાન્સથી અનેક તર્કવિર્તકો સર્જાયા હતા. જ્યારેસમગ્ર બનાવમાં ઝાલાવાડ ફેડેરશનના સભ્ય કિશોરસિંહ ઝાલાએ જણાવ્યું કે, આ સ્થળે ઊંચા અવાજે સાઉન્ડ વાગતા અમારા ધ્યાન પર આ બાબતઆવી હતી. આથી તુરંત જ અમે બે મિનિટમાં બંધ કરાવ્યું હતું. આ હિરોઇનને સ્પોન્સર સૃતિ બ્યુટી સલુનવાળાએ એના સ્ટોલ પર બોલાવ્યા હતા.