અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એસ્ટ્રેલ કંપનીના ડુપ્લીકેટ પાઈપની ડાય સાથે 2ની ધરપકડ કરી, જાણો આરોપીઓ કઈ રીતે કરતા ખેલ

અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એસ્ટ્રેલ કંપનીના ડુપ્લીકેટ UPVC ફિટીંગ્સ બનાવતા બે ઈસમોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ કંપનીના લોગોનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી ડુપ્લીકેટ PVC, UPVC ફિટીંગ્સ બનાવી બજારમાં વેચતા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે બે ની ધકપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એસ્ટ્રેલ લિમિટેડ કંપની PVC, UPVC પાઈપ તેમજ ફિટીંગ્સ જેવા કે, એલ્બા, ટી, બ્રાસ એલ્બા, બ્રાસ ટી, પાઈપ વગેરે વસ્તુઓ બનાવીને વેચાણ કરે છે. એસ્ટ્રેલ કંપનીના લીગલ મેનેજરે જણાવ્યું હતું કે, અમારી કંપનીના ડુપ્લીકેટ લોગોનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરીને ફ્લોએક્સ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીએ ડુપ્લીકેટ PVC, UPVC ફિટીંગ્સ બનાવી બજારમાં વેચાણ કરે છે.

આમદાવાદ ક્રાઈઇમ બ્રાન્ચે આ માહિતીના આધારે ફ્લોએક્સ કંપનીનું કામ સંભાળનાર નવીન અશોક કુમાર વૈષ્ણવના ઘરે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન કૂલ રૂપિયા 1,80,470નો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં મોલ્ડ (ડાઈ) બે નંગ, જેની કિમંત 1,80,000 , 7 નંગ એલ્બા જેની કિંમત 175 છે, 3 નંગ ટી કિંમત 120 રૂપિયા, બ્રાસ એલ્બો નંગ એક કિંમત 75 રૂપિયા, બ્રાસ ટી નંગ 1 કિંમત 100 રૂપિયા વગેરે સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!