ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 6 લોકોના કરુણ મોત

ભાવનગર: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ નજીક ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આજે વહેલી સવારે ભાવનગર સોમનાથ હાઈવે પર રોડની સાઈડ ડમ્પરની પાછળ ખાનગી બસ અથડાઈ હતી.

6 લોકોના કમકમાટીભર્યા મોત

આ ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના કમકમાટીભર્યા મોત થઈ ગયા છે. જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, ખાનગી બસનો એક બાજુના અડધા ભાગનો કચ્ચરઘાણ વળી ગયો છે.

બસ સુરતથી રાજુલા જઈ રહી હતી

આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ બસના પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે આ બસ સુરતથી રાજુલા જઈ રહી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!