અકસ્માતઃ ભાવનગર ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર બે કાર વચ્ચે ટક્કર, ત્રણ લોકોના મોત

ભાવનગર ધોલેરા એક્સપ્રેસ હાઈવે ઉપર અકસ્માતની ઘટનાના સમાચાર મળી રહ્યા છે. એક્સપ્રેસ હાઈવે પર બે કાર વચ્ચે ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિત લોકો એકઠા થયા હતા. અને આગળની કામગીરી હાથધરાઈ હતી.

મળતી માહિતી પ્રમાણે આજે 12 મે 2025, સોમવારના દિવસે ભાવનગર ધોરેલા એક્સપ્રેસ વે ઉપર સાંઢિદા ગામ પાસે બપોરના સમયે બે કાર વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. જેના પગલે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે જ્યારે ચારથી વધારે લોકો ઈજાગ્રસ્ત થઈ હતી.

વધુ મળતી માહિતી પ્રમાણે ટક્કર એટલી ભયંકર હતી કે બંને કારના ભુક્કા બોલાયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો એકઠાં થયા હતા. જ્યારે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા. મૃતક ત્રણ લોકોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!