અમદાવાદના એક PSIનું કારસ્તાન! કોલ સેન્ટરમાં રેડ પાડી અને મોબાઈલમાં BTC જોઈને દાનત બગડી? કરોડોના BTC ગાયબ થઈ ગયા?

અમદાવાદઃ પોલીસનું નામ પડે ત્યારે સામાન્ય લોકોના મનમાં એક ભ્રષ્ટ અધિકારી તરીકેની છાપ ઉભરી આવી છે. જોકે, આ વાતમાં દમ પણ છે. કારણ કે મોટા ભાગના પોલીસ કર્મચારીઓ તક મળે ત્યારે ‘લાભ’ લેવામાં પાછા પડતા નથી. ત્યારે આવી જ એક ઘટના અમદાવાદ શહેરમાં બની હતી. અહીં લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક કોલ સેન્ટર પકડ્યું હતું. આ કોલ સેન્ટરમાંથી મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જેમાં BTC એટલે કે બીટકોઈન મળતાં જ રેડપાડવા ગયેલા પોલીસ સબઈન્સ્પેક્ટરની દાનત બગડી અને BTC ગાયબ થઈ ગયા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

વિશ્વાસુ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના એક પોલીસ સ્ટેશનના એક ઝોન ના લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક કૉલ સેન્ટર પકડ્યું હતું. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેમાંથી 100 જેટલા ફોન અને 4 લેપટોપ જપ્ત કર્યા હતા. તેમાંથી એક મોબાઈલ માં એક એપ્લિકેશન માં BTC દેખાયા હતા.

હાલમાં એક BTCની કિંમત 90 લાખની આસપાસ આંકી શકાય. જયારે આ આખી ઘટનામાં LCB PSI એ ફક્ત ને ફક્ત જાણવાજોગ દાખલ કરી 31 જેટલા ફોન અને લેપટોપ FSL માં તાપસ માટે મોકલી આપ્યા.

રાતો રાત BTC ગાયબ કરી દીધા?

સૂત્રો દ્વારા માહિતી છે કે આમાં 312 જેટલા BTC હતા. ડી કે પટેલ અને ભવાની કોણ? શુ તે પોલીસ વિભાગમાં કાર્યરત છે કે પછી હવા હવાઇ? શું મોબાઇલ માં રહેલા BTC ડી.કે પટેલ કે ભવાની રાતો રાત ઉડાડી દીધા કે કોઈ બીજાના વોલેટમાં ટ્રાન્સફર કરાવી લીધા? કોની એપ્લિકેશમાં નાખ્યા એ એક સવાલ ઉઠી રહ્યો છે. શુ ડી.કે પટેલ કે ભવાની જાદુગર હશે કે શું? શુ આ 312 BTC ની કિંમત આકવા જઈ એ તો આપ અંદાજો લગાવી શકો કે કેટલી થાય. વધુ માહિતી માટે પોલ ખોલ ગુજરાતીના આગામી અંકમાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!