અમદાવાદના સેક્ટરનો ‘વહીવટ’ કરતા પિયુષની ખુલી પોલ, માતબર રકમની માંગણીનો વીડિયો વાયરલ

ગુજરાતમાં નશાનું સામ્રાજ્ય ધીમે ધીમે પ્રસરી રહ્યું છે. સરકાર અને ગૃહવિભાગ દ્વારા રાજ્યમાં ફેલાતા નશાના દૂષણને દૂર કરવા માટે અનેક અભિયાનો અને કાર્યક્રમો યોજીને લોકોને જાગૃત કરે છે. જોકે, કેટલાક એવા પોલીસ કર્મચારીઓ છે જેના “વહીવટો”ના કારણે સરકારના દૂષ મુક્ત ગુજરાતના સપનાઓ પર પાણી ફરી વળે છે.

તાજેતરમાં જ વસ્ત્રાપુર ખાતે નશા મુક્ત અભિયાનને લઇ રાજ્યના આરોગ્ય મંત્રી તથા અન્ય મંત્રીઓએ મેરેથોન થકી લોકોને સંદેશો આપ્યો હતો. ગુજરાતમાં ગૃહ રાજ્યમંત્રી અને ડીજીપી અવાર નવાર કોંફરન્સ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાત માં દારૂ અને નશીલા તથા જુગરધામ બંધ કરવા પોલીસ અધિકારીઓને સૂચના આપતા હોય છે. પરંતુ અમદાવાદના ‘વહીવટદાર’ને તો પેટનું પાણી પણ હલતું નથી કે પછી આપેલ સૂચના સામે આંખ આડા કાન કરી દે છે. અમદાવાદમાં આમતો વહીવટદારોનું જ રાજ ચાલે છે એમ કહેવામાં આવી રહ્યું છે.

હવે તો દિવાળી નજીક આવી રહી છે ત્યારે વહીવટદાર તેઓનું સામ્રાજ્ય ખોલતા હોય તેવું દેખાઈ રહ્યું છે. એક સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ કે જે બીજા વ્યક્તિ પાસે 60 લાખ રૂપિયાની ઉઘરાણી કરતો WhatsApp ફોન મા વોઇસ રેકોર્ડિંગ માં દેખાય છે .

જેમાં વહીવટદાર પિયુષના નામનો ઉલ્લેખ થઇ રહ્યો છે. શું પિયુષનું નેટવર્ક એટલું મોટું છે કે 60 લાખ જેટલી રકમની માંગણી કરવાની હિંમત ચાલી. આટલી મોટી માતબર રકમની માંગણી કરતા તેના સાગરીત સંજયને થોડી પણ લાજ શરમ ન આવી હોવાની ચર્ચા લોક મુખે ચર્ચાઈ રહી છે.

લોકોમાં ચર્ચા છે કે શું ગુજરાતમાં કાયદા સામે રૂપિયો મોટો દેખતો હોય તેવું લાગી રહ્યું છે. જો આવા વહીવટદાર હોય તો તો ઈમાનદાર અને ઉચ્ચ અધિકારીઓ પર પણ છાંટા ઉડે એ કોઈ નવાઈ ની વાત નથી. આવા કર્મચારીઓના કારણે સરકાર દ્વારા સુવ્યવસ્થિત ગોઠવાયેલી કાયદો અને વ્યવસ્થા પણ ક્યાંકના ક્યાંક ખોરવાય છે.

હવે જોવું એ રહ્યું કે આવા વહીવટદારો નું શુ થશે? શું ગુજરાત પુલીસ આવા વહીવટદાર સામે પગલાં લઇ તેઓની મિલકત જપ્ત કારવા કોઈ તજવીજ હાથ ધરશે કે નહીં?

રીપોર્ટ
દેવાંગ આચાર્ય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!