ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત માટે ચૂંટણી યોજાશે. આગામી 26 એપ્રિલના રોજ મતદાન થશે અને 28 એપ્રિલના રોજ પરિણામો જાહેર થશે. અત્યારે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો મેદાનમાં ઉતર્યા છે. ગુજરાત લોકલ બોડીના આ મહાપર્વમાં પોતાના ઉમેદવારોને જીતાડવા માટે રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.
પાલિકા-પંચાયતની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થવાને હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે. રાજકીય પક્ષો મતદારોને રિઝવવા માટે કોઈ કચાશ રાખવા માગતા ન હોય તે રીતે પ્રચારમાં તેજી આવી છે. પ્રચાર દરમિયાન અનેક જગ્યાએ નેતાઓ ભાન પણ ભૂલી રહ્યા છે અને વિવાદો સર્જાઈ રહ્યા છે.
બીજી તરફ પોતાના વિસ્તારોમાં પડતર પ્રશ્નો અને સમસ્યાઓનો કોઈ ઉકેલ ન આવતા લોકો પણ ત્રાહિમામ પોકાર્યા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. રાજ્યમાં અનેક જગ્યાએ સોસાયટીની બહાર નેતાઓએ વોટ માંગવા ન આવવું એવા બેનરો પણ લગાવ્યા છે.
ચૂંટણીના માહોલ વચ્ચે ખાસ વાત એ છે કે આ વખતે નવી મતદાર યાદી મુજબ મતદાન યોજાશે, જેમાં માત્ર મહાનગરોમાં જ 1 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને શહેરની સરકાર ચૂંટશે. તમામ નાગરિકોએ લોકશાહીના આ પર્વમાં સહભાગી થઈ મતદાન કરવા સજ્જ થવાની જરૂર છે.
મતદારે મતદાન કરવા ધ્યાનમાં રાખવાની બાબતો
- આ ચૂંટણીમાં મતદાન માટે સ્થાનિક સંસ્થાની મતદાર યાદીમાં નામ હોવું ફરજિયાત છે.
- ભારતના ચૂંટણી પંચે આપેલા મતદાર ફોટો ઓળખકાર્ડ અથવા રાજ્ય ચૂંટણી આયોગે માન્ય કરેલ વૈકલ્પિક ચૌદ દસ્તાવેજી પુરાવા પૈકી એક પુરાવો મતદાન મથકે રજૂ કરવાનો રહેશે.
- એક જ મતદાન મથકમાં તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત માટે બે અલગ અલગ મતકુટીરમાં અલગ અલગ મતદાન એકમ રહેશે.
- તાલુકા પંચાયતના મતદાન એકમ પર ગુલાબી રંગનું મતપત્ર જ્યારે જિલલા પંચાયતના મતદાન એકમ પર સફેદ રંગનું મતપત્ર હોય છે.
- મતદારે તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની અલગ અલગ મતકુટિરમાં રાખેલ જે તે ચૂંટણી માટે મતદાન એકમમાં પોતાની પસંદગીના એક એક ઉમેદવાર સામેનું વાદળી બટન દબાવવાનું રહેશે.આ બટન દબાવતાં ઉમેદવારના નામ સામેની લાલ રંગની લાઈટ પ્રકાશિત થશે. તેમજ બીપ સાઉન્ડ સંભળાશે. જેનાથી ખાતરી થશે કે તમારો મત નોંધાયેલ છે.
Installation was a breeze and the gameplay is addictive. If you’re into mobile gaming, bdck999gameapk is the way to go.
[1403]Cloudbet Official Login | সেরা অনলাইন ক্যাসিনো ও দ্রুত উত্তোলন,Cloudbet-এ লগইন করে সেরা অনলাইন স্লট গেমের নিয়ম জানুন এবং দ্রুত টাকা উত্তোলনের সুবিধা পান। আজই অ্যাপ ডাউনলোড করে গেমিং শুরু করুন। visit: cloudbet
Just hit a decent win today! The graphics are top notch and the customer service team is very helpful. Give krb29win a try if you feel lucky.