પોલીસ પ્રજાની સેવા માટે હોય છે. રાજ્યમાં નશીલા પદાર્થો સામે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લાલ આંખ કરીને પોલીસને છૂટો દોર પણ આપ્યો છે.ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ અને સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા વારંવાર નશીલા પદાર્થ અને દારૂબંધી બંધ માટે અવરનેશ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. જોકે, કેટલાક એવા પોલીસ કર્મચારીઓ છે જેમને પ્રજાની સેવા કરવા કરતા મલાઈ ખાવામાં રસ છે.
અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં પણ પોલીસ સ્ટેશનોમાં વહીવટ નામનું દૂષણ ઘર કરી ગયું છે. જોકે, અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનમાં “ઘર કા ભેદી લંકા ઢાયે” એવી કહેવત જેવો ઘાટ પણ જોવા મળી રહ્યો છે. કારણકે દરેક સ્ટેશનમાં એક વહીવટદાર હોય છે.
કેટલાક વહીવટદાર એવા પણ છે જે પોલીસ સ્ટેશનમાં જેમની નોકરી ના બોલતી હોય કે શહેર બહાર બદલી કરવામાં આવી હોય તેવા વહીવટદાર પોતાની નોકરીની જગ્યાએ નહીં પરતું પોતાના માનિતા સાહેબના વહીવટ સંભાળતા જોવા મળે છે. આવા વિસ્તારોમાં જ ફરતા હોય છે અને સાંજ પડે ત્યારે વહીવટદારની સવાર થાય.
કેટલાક વહીવટદાર તો પાછા વટ વાળા
કેટલાક વહીવટદાર તો પાછા વટ વાળા કે સાહેબ કહે તો પણ તેને ફરક ના પડે કારણકે એતો સાહેબ નો કમાઉ દીકરો જો હોય. સાહેબ વધારે કહે તો કમાઉ દીકરો તો જતો રહે.અને પાછો કોઈ કમાઉ દીકરો મળવો મુશ્કેલ થઈ જાય. અમદાવાદના દરેક ઝોનમાં પોલીસ સ્ટેશન વધતા જાય તેમ કમાઉ દીકરાની આવક પણ વધતી જાય. વટવાળા કમાઉ દીકરા એટલા જાડી ચામડીના થઈ ગયા છે કે ગૃહ વિભાગના આદેશોને પણ ગોળીને પી ગયા છે. ગૃહ વિભાગ બોલ્યા રાખે આપણે તો આપણું જ કામ કર્યા કરવાનું એવો ભાવ પાળીને બેઠા છે.
શું ગૃહ વિભાગ દ્વારા વહીવટદાર પ્રથા પર રોક લાગશે કે નહીં? કે પછી સાહેબના કમાઉ દીકરાને કમાણી બમણી થઈ જશે અને ગેરકાયદેસર ધંધા ચલાવતા લોકોને વધારે પ્રોત્સાહન મળશે.પોલીસના કમાઉ દીકરાના નામ અને કયા પોલીસ સ્ટેશનમાં તેઓની ફરજ. વટવાળા વહિવટદારોની વધારે પોલ ખુલશે પોલ ખોલ ગુજરાત વેબસાઈટના આવતા અંકમાં.
રિપોર્ટ
દેવાંગ આચાર્ય
Sonic EXE FNF mods is worth bookmarking if you play FNF mods often. It is useful for discovering different songs and character versions.
FNF Sonic EXE mods is a helpful resource for finding different Friday Night Funkin mods in one place. The page is easy to browse and quick to use.
If you are looking for Sonic EXE mods, this is a convenient page to check. The layout is simple and gets straight to the mod.