અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિવસને દિવસે વધતી જાય છે. અમદાવાદના મોટાભાગના ચાર રસ્તાઓ ઉપર ટ્રાફિક પોલીસની આખી ફૌજ ઊભી હોય છે. પરંતુ ત્યાં પણ લોકો ટ્રાફિકની સમસ્યાનો સામનો કરતા હોય છે. આવું એટલા માટે બને છે કારણ કે ટ્રાફિક પોલીસ ફરજ તો બજાવે છે પરંત ક્યાંક ખૂણાં ઊભા રહીને.. રસ્તાની બાજુમાં ઊભા રહીને કાંતો ગપ્પા મારતા નજરે ચડે છે કાંતો ‘રોકડી’ કરતા નજરે ચડે છે. જોકે તાજેતરમાં એવો ઘાટ પણ બન્યો કે જાણે અમદાવાદ ટ્રાફિક વિભાગ દેશની ચોથી જાગીર ગણાતા મીડિયાને પણ ગોળીઓ પીવડાવી દીધી.
વાત જાણે એમ છે કે અમદાવાદમાં એક વિસ્તારમાં રાત્રી દરમિયાન એક અકસ્માત સર્જાય છે. તે અકસ્માત કરનાર ગાડી ચાલક મહિલા હોય પરંતુ ઘટના સ્થળે તાત્કાલિક કોઈ પહોંચે તે પહેલાં મહિલા ડ્રાઈવરને અન્ય બાજુમાં બેઠેલા વ્યક્તિ એ નીચે ઉતારી દીધી. જોકે આ ઘટનાના સંદર્ભમાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક પત્રકાર જ્યારે ગાડી ચાલકના ઘરે તેઓનું ઇન્ટરવ્યુ લેવા જાય છે ત્યારે ગાડી ચાલક એતો ને કહે છે કે ‘પોલીસ જોડે સેટિંગ થઈ ગયું? સેટિંગ એટલે શું?’
ઘટના સ્થળે પોલીસ પહોંચી પોલીસ તપાસ શરૂ કરી પણ ટ્રાફિક વિભાગને તો અમદાવાદ પોલીસ કમિશ્નર સાહેબ દ્વારા લાખોના ખર્ચે અદ્યતન નવીન સાધનોથી સજ્જ કરેલા છે. તો શું ટ્રાફિક વિભાગ તથા અન્ય પોલીસ પાસે આ સમયે ગાડી નંબર પરથી ગાડી ચાલકનું એડ્રેસ મળે નહીં કે શું?
શું તત્કાળ પોલીસ ગાડી ચાલકને પકડીના શકે? કેટલાક પત્રકારો એ ટ્રાફિક ગ્રુપમાં વિગત માંગતા ટ્રાફિકના એક પણ અધિકારી તેઓ ને જવાબ ન આપ્યો. ટ્રાફિક વિભાગમાં તો અમુક અધિકારી તો એવા છે કે જેને તો મોટિવેશનમા જ રસ છે.
બાકીતો કોઈ દિવસ અધિકારી ને ટ્રાફિક હલ કરતા નથી જોયા.અ રે રે … ભુલાઈ ગયું કે અધિકારીઓ તો થોડી ટ્રાફિકમાં ઉભા રહેતા હશે એતો સાયરન વગાડી ને જ….. આ બધું તો ઠીક પણ અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા માટે લોકોને રોડ પર રહી મોટિવેશન કરે તો સારું છે.બાકી તો રામ રાખે તેને કોણ ચાખે.