ગુજરાતમાં દારુબંધી છે જોકે, રાજ્યમાં દારુ માંગો એટલો દારુ મળી રહે છે. ગુજરાત પોલીસ દારુ બંધી માટે સક્રિય રીતે કામ કરે છે. જોકે, કેટલાક એવા પણ પોલીસ કર્મચારીઓ છે જેઓ દારૂબંધીનો પુરેપુરો લાભ ઉઠાવી રહ્યા છે. આવા પોલીસ કર્મચારીઓ પૈકી એક અમદાવાદના માધુપુરા પોલીસ સ્ટેશનના પીઆઈને પણ શું ગણી શકાય? કારણ કે માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાંથી જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દારુનો મોટો જથ્થો પકડ્યો હતો.
સામાન્ય રીતે કોઈપણ પોલીસ સ્ટેશનમાં કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિને રોકવાની જવાબદારી જે તે પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ એટલે કે પોલીસ ઈન્સ્પેક્ટરની હોય છે. જોકે, માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાંથી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દારુ પકડવો માધુપુરા પીઆઈની કામગીરી ઉપર સવાલો ઉભા કરે છે.
સુત્રોની માનીએ તો માધુપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમના માનિતા વહિવટદારની રહેમ નજર હેઠળ જ માધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં દારૂનો ધંધો ધમધમી રહ્યો છે. આ ઉપરાંત અન્ય બીજા પણ ગેરકાયદે ધંધા ચાલી રહ્યા છે. તો પ્રશ્ન એ થાય કે માધુપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવા પ્રકારના ધંધા ધમધમતા રહેશે કે પછી કોઈ લગામ લગાવશે?
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે માધુપુરામાંથી દારૂનો મોટો જથ્થો પકડ્યો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આજે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે માધુપુરા વિસ્તારમાં એક ગાડીમાંથી સંતાડેલો દારૂ પકડ્યો છે. આ દારૂની કિંમત આશરે ₹86,940 છે. પોલીસે ગાડીમાંથી જુદી-જુદી બ્રાન્ડની દારૂની 482 નાની બોટલો પકડી છે. પોલીસે ગાડી અને એક મોબાઇલ ફણ જપ્ત કર્યો છે. આમ પોલીસે કુલ ₹ 1,94,940 નો સામાન જપ્ત કર્યો છે.
પોલીસે અશોકકુમાર નામના એક આરોપીને પકડ્યો છે. આ આરોપી રાજસ્થાનનો રહેવાસી છે. દેવારામ ખીચડ નામના બીજા એક આરોપીને પોલીસ શોધી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલ આરોપી અશોકકુમાર અગાઉ પણ દારૂના ગુનામાં પકડાયો હતો. ક્રાઈમ બ્રાન્ચે આ સફળ કામગીરી કરી છે.
Super convenient app for gaming. The updates are frequent and they always add new and exciting games to the catalog. Five stars! ph19app
Best local betting experience I have had in a while. It feels tailored to what we actually want, and the odds are very competitive. Cheers to the team! localdeecuabet
Great resource for those of us in Chile. I found everything I needed to start playing safely and the guides are very helpful for beginners. gamblingchile