15 મિનિટમાં બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવી આપવાનું કૌભાંડ, આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર

અમદાવાદ: ગુજરાતમાં ચકચાર મચાવી દેનાર ખ્યાતિ કાંડ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બોગસ આયુષ્માન કાર્ડ બનાવી સરકારને ચૂનો ચોપડવાના કૌભાંડનો મોટો ખુલાસો છે. જેમાં ભેજાબાજો સરકારી વેબસાઈટ પર છેડછાડ કરીને માત્ર 15 મિનિટની અંદર જ લોકોને આયુષ્માન કાર્ડ બનાવી આપતા હતા.

આરોપીઓનઆ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

આ સમગ્ર કૌભાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 6 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા તેમને અમદાવાદ મેટ્રો કોર્ટમાં 14 દિવસના રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. જ્યાં રજૂઆતને અંતે મેટ્રો કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ આરોપીઓમાં અમદાવાદ ઓફિસ અને નરેન્દ્રસિંહ ગોહિલ જ્યારે સુરતના ઇમરાન કારીગર સામેલ છે.

માસ્ટર આઇડીથી બોગસ આયુષ્માન કાર્ડ બનાવી આપતા

હાલમાં દેશમાં મોટાભાગના લોકો PMJAY કાર્ડ મેળવવા માટે પ્રયાસ કરતા હોય છે તેમજ અન્ય કાર્ડ મેળવવા માટે એજન્ટોનો સંપર્ક કરતા હોય છે ત્યારે આ એજન્ટોની મદદ કરનારા લોકો આઉટસોર્સિંગ વેબસાઈટના કેટલાક મળતિયાઓની મદદથી ડેટા એડિટ કરીને રૂપિયા 800થી 2000 લઈને કાર્ડ બનાવી આપતા હતા. આ કૌભાંડમાં એવા લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા. જેમની પાસે વધારે સમય ન હતો. અને બીજા એવા લોકો હતા જેમની પાસે કોઈ ડોક્યુમેન્ટ નથી અથવા તેઓ આયુષ્માન કાર્ડના ક્રાઈટેરિયામાં નથી આવતા. તેમ છતાં ભેજાબાજો આ લોકોને માસ્ટર આઇડીથી બોગસ આયુષ્માન કાર્ડ બનાવી આપતા હતા.

માત્ર 15 મિનિટમાં જ ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરને આયુષ્માન કાર્ડ બનાવી આપ્યું

જો કે, આ કૌભાંડ પર પહેલા તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને પણ વિશ્વાસ ન થયો પરંતુ જ્યારે ભેજા બાજુ એ માત્ર 15 મિનિટમાં જ ક્રાઈમ બ્રાન્ચ ના સંયુક્ત પોલીસ કમિશનર સરસ સિંગલ આયુષ્માન કાર્ડ બનાવી આપ્યું ત્યારે તેઓ પણ ચોંકી ગયા હતા આ આખો કૌભાંડ દેશ આપી છે અને એમાં યુપી બિહાર અને ગુજરાત સહિત અન્ય રચના લોકો પણ સંડવાયેલા હોવાનું સામે આવેલ છે.

મહિને 40 થી 50 હજાર રૂપિયાની કમાણી કરતા

આ સમગ્ર કૌભાંડ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરતાં એક બાદ એક નવા ખુલાસા થતા ગયા. આ આરોપીઓ બોગસ આયુષ્માન કાર્ડ બનાવીને મહિને 40 થી 50 હજાર રૂપિયાની કમાણી કરતા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ રેકેટમાં ટોટલ 11 જેટલા લોકો સામેલ હતા. હજી આ પ્રકરણના વધુ આરોપીઓને પકડવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ પ્રયાસ કરી રહી છે ત્યારે આ કેસમાં માસ્ટર આઇડી આપનારને શોધવા માટે પણ પોલીસ પ્રયાસ કરી રહી છે જે આ સમગ્ર રેકેટનો જાણકાર હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!