અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને અનેક ટ્રાફિક પોલીસ અનેક વાર ડ્રાઈવ ચલાવતી હોય છે. શહેરમાં ટ્રાફિક ન વધે એના માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પણ બહારમાં પાડવામાં આવેલું છે. જેમાં દિવસ દરમિયાન ખાનગી ભારે વાહનોને શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો છે. પરંતુ ટ્રાફિક વિભાગ દ્વારા કમિશ્નરના આ જાહેરનામાના અમલમાં ક્યાંકના ક્યાંક પાછો પડતો હોય એવું લાગી રહ્યું છે.
અમદાવાદ શહેર કમિશ્નર ઓફિસની થોડી દૂર બંને બાજુ એક તરફ હજીપુરા બગીચા(નમસ્તે સર્ક) અને બીજી તરફ સુભાષ બ્રિજ એટલે આર.ટી.ઓ સર્કલ પાસે ટ્રાફિકના જાહેરનામાનો સરાસર ભંગ થતો જોવા મળી રહ્યો છે. ખાનગી લક્ઝરી બસો રોકટોક વગર ચાલી રહી છે. અને લક્ઝરી બસોના કારણે આ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા પણ ઊભી થતી દેખાઈ રહી છે.
આમ તો ટ્રાફિક પોલીસ ટ્રાફિક ‘એલ’ ડિવિઝન ના પોલીસ તો બહુ સક્રિય છે. તો નરી આંખે લોકો જોઈ શકે છે એ ટ્રાફિક ટ્રાફિક એલ ડિવિઝનના પોલીસ અધિકારીઓને કેમ દેખાતો નથી. ધોળા દિવસે ટ્રાફિકના જાહેરનામાના લીરેલીરા ઉડાતી ખાનગી લક્ઝરી બસો ટ્રાફિક ‘એલ’ ડિવિઝને કેમ દેખાતી નથી?
શું ટ્રાફિક એલ ડિવિઝન પોલીસ ઇન્સ્પેકટર અને મદદનીશ પોલીસ કમિશનર પોલીસના આંખે શુ પાટા બાંધેલા છે? કે પછી આંખ આડા કાન કરે છે? શું 365 દિવસમાંથી આ ટ્રાવેલ્સ માલિકો એ કોઈ દિવસ ટ્રાફિક નિયમ પાળ્યા છે ખરા? શું કોઈ દિવસ નિયમોનો ભંગ કરનાર ટ્રાવેલ્સ એજન્સીની લકઝરી બસોને કેટલા મેમો આવ્યા? અને એ કાયા ધારા ધોરણ મુજબ આપ્યા?
શું ટ્રાફિકના નિયમો ફક્ત ટેક્સ ભરતી જનતા માટે જ છે?
એક ટ્રાફિક ASI એ કાલે ટ્રાવેલ્સ ના મેમો આપવાની કાર્યવાહી કરી પરંતુ એક થી દસ ઓનલાઈન મેમો બનાવ્યા ત્યારે ખબર પડી કે તેના મોબાઈલ નું સર્વર ચાલતું નથી . શું ટ્રાફિકના નિયમો ફક્ત ટેક્સ ભરતી જનતા માટે જ છે. શું આ ટ્રાવેલ્સના હપ્તા રાજ નો અંત ક્યારે આવશે? જો આવી જ રીતે ટ્રાફિકના નિયમો નું ઉલ્લંઘન થતું રહશે તો જાહેરનામા બહાર પાડવાનો કોઈ અર્થ નથી. ટ્રાફિકની સમસ્યા ટ્રાફિક પોલીસ દ્વારા દૂર કરવામાં આવતી ન
હોવાની બુમ સ્થાનિક લોકોમાં પડી રહી છે.
સામાન્ય જનતામાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે ટ્રાફિકના નિયમો તોડીને શહેરમાં દોડતી ખાનગી લક્ઝરી બસો કે ટ્રાવેલ્સના માલિકોનું ઉપર સુધી સેટિંગ હોય છે. તો પ્રશ્ન એ થાય છે કે ટ્રાવેલ્સના માલિકો કોને હપ્તા પહોંચાડે છે? અને ક્યાં વહીવટદાર હપ્તા લઇ જાય છે અને સાંજે નિયમ વિરુદ્ધ જાહેરનામાનો ભંગ કરવામાં ટ્રાવેલ્સ એજન્સીઓને મદદરૂપ થાય છે. વધુ વીડિયો અને ફોટા સાથે જોતા રહો પોલખોલ ગુજરાતી ની વેબસાઈટ.
અહેવાલ
દેવાંગ આચાર્ય