અમદાવાદના એક ધારાસભ્યનો જન્મ દિવસ કાર્યકરોએ ધામધૂમ ઉજવ્યો, કથા રાખી, પરંતુ પ્રજાની તકલિફો દેખાતી નથી?

ધારાસભ્ય એટલે જનતાનો પ્રતિનિધિ. જનતા પોતાનો કિંમતી મત આપીને ધારાસભ્યને ચૂંટી લાવે છે. ચૂંટાયા બાદ ધારાસભ્યની પહેલી જવાબદારી પોતાના મત વિસ્તારમાં વિકાસના કામો કરવા અને જનતાના પ્રશ્નો સાંભળીને તેને દૂર કરવાની હોય છે. પરંતુ એકવાર ચૂંટાયા બાદ કેટલાક ધારાસભ્યો ગાયબ થઈ જાય છે.

જનતાનો અવાજ કે જનતાના પ્રશ્નોને સાંભળવા માટે તેમની પાસે સમય રહેતો નથી. પરંતુ જ્યાં અંગત સ્વાર્થ આવે ત્યાં પહેલા પ્રગટ થઈ જાય છે. જાણે કે “પૈસો મારો પરમેશ્વર હું પૈસાનો દાસ”!.આવો જ ઘાટ અમદાવાદના એક વિસ્તારમાં બન્યો છે.

અમદાવાદના એક ધારાસભ્યના મત વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી તેઓના વોર્ડમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગટર લાઇનું કામ ચાલી રહ્યું છે. ત્યાં એટલો ટ્રાફિક પણ થાય છે. ઇમરજન્સી સેવાઓને પણ તકલિફ પડી રહી છે. જનતા આ તકલિફોનું પોટલું લઈને ધારાસભ્યની ઓફિસે જાય તો ઈદના ચાંદ જેવા ધારાસભ્ય નસિબ હોય તો જ મળે.

એટલું જ નહીં લોકોનું કહેવું છે કે આ ધારાસભ્ય પોતાની ઓફિસે 12 વાગ્યા પહેલા જોવામાં આવ્યા જ નથી. જોકે, આજે આ ધારાસભ્યનો જન્મ દિવસ હોય ત્યારે તેઓ પોતાની ઓફિસ અને કાર્યકર્તા સાથે સવારે 9 વાગયેથી વિસ્તારમાં ઉપસ્થિત રહ્યા હતા.

આજે જોગ સંજોગ ધારાસભ્યએ તો સાંસદને પણ રાહ જોવડાવી હતી. લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે આ ધારાસભ્યના વિસ્તારમાં વિકાસકાર્યોનો સૂજર ઉગતોજ નથી કે શું? જન્મ દિવસ માટે વિકાસને પણ ડૂબવાદેવાનો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!