અમરેલી લેટરકાંડ: સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપાઈ સમગ્ર કેસની તપાસ, નિર્લિપ્ત રાય કરશે કેસની તપાસ

અમરેલી: અમરેલીના ચર્ચિત લેટરકાંડની તપાસ મામલે રાજ્ય પોલીસ વડા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમગ્ર કેસની તાપસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી છે. આ સમગ્ર કેસની આગળની તપાસ હવે IPS નિર્લિપ્ત રાય અને તેમની ટીમ દ્વારા કરાશે. ત્યારે પીડિત તરફથી નિષ્પક્ષ તપાસની માગ કરવામાં આવી છે. તેમજ IPS નિલિપ્ત રાય તપાસ કરે તેવી નામ જોગ માગ પણ કરાઈ હતી. એક તરફ અમરેલીના લેટરકાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે રાજકીય અને સામાજિક આગેવાનો મેદાને ઉતર્યા છે. ત્યારે હવે બીજી તરફ રાજ્ય પોલીસ વડા દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

લોકલ ક્રાઈમ બ્રાન્ચના ત્રણ પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ

આ મામલે ગઈ કાલે અમરેલી જિલ્લા પોલીસ વડા (SP) સંજય ખરાતે મોટી કાર્યવાહી કરતા ફરજમાં બેદરકારી દાખવવા બદલ લોકલ ક્રાઈમ બ્રાન્ચના ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં કિશન આસોદરીયા, વરજાંગ મૂળયાસીયા અને મહિલા પોલીસ કર્મી હિનાબેન મેવાડા સામેલ છે.

શું છે સમગ્ર મામલો

આ લેટરકાંડનો મામલો ત્યારે શરૂ થયો જ્યારે અમરેલીના તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામનું નકલી લેટરપેડ સોશિયલ મીડિયા પર વાયરલ થયું. ત્યારબાદ આ અંગે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે ભાજપના પૂર્વ હોદ્દેદાર અને એક યુવતી સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. પરંતુ વિવાદ ત્યારે વધ્યો જ્યારે પોલીસે કથિત લેટરકાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઈપિસ્ટ તરીકે કામ કરતી પાટીદાર યુવતીનું સરઘસ કાઢ્યું. આ ઘટના બાદ રાજ્યના નેતાઓ અને પાટીદાર સમાજના અગ્રણીઓએ પાયલ ગોટીના સમર્થનમાં આવીને ધરણાં અને વિરોધ પ્રદર્શનો કર્યા હતા અને ન્યાયની માંગણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!