નરોડા-દહેગામ રોડ પર કાર ડિવાઇડર પર ચઢીને હવામાં ઉછળી, બે યુવકના મોત

અમદાવાદમાં માર્ગ અકસ્માતમાં કાર ડિવાઇડર પર ચઢીને હવામાં ઉછળીને સામેની સાઈડ પર એક્ટિવા પર પડી હતી, જેમાં બન્ને યુવાનોના મોત નિપજ્યા હતા. આ દુર્ઘટનાના CCTV સામે આવ્યા છે.

અમદાવાદના નરોડા-દહેગામ રોડ પર ગત રાત્રે અકસ્માત સર્જાયો છે. કાર ડિવાઇડર પર ચઢીને હવામાં ઉછળીને સામેની સાઈડ પર એક્ટિવા પર પડી હતી. કાર એટલી સ્પીડમાં હતી કે ડીવાઈડર કૂદી રોંગ સાઈડમાં જતી રહી હતી. બીજી તરફથી સામેથી આવી રહેલા એક્ટિવા સવાર બે યુવકોને ટક્કર મારતા બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

અકસ્માતમાં મોતને ભેટનાર બન્ને યુવાનોની ઓળખ સામે આવી છે. જેમાં એકનું નામ અમિત રાઠોડ અને વિશાલ રાઠોડ હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જનાર ક્રેટા કારના ચાલકને સ્થાનિકોએ ઝડપી પાડ્યો હતો. જે નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. કારચાલકનું નામ ગોપાલ પટેલ અને તે નરોડાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!