BZ કૌભાંડ: મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર

અમદાવાદ: 6000 કરોડનું કૌભાંડ આચરીને સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવી દેનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. કૌભાંડીની ધરપકડ કર્યા બાદ તને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને CID ક્રાઈમે તેના 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારબાદ આજે રિમાન્ડ પૂર્ણ થતાં ફરી તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો હતો. CID ક્રાઈમે આજે તેના 6 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જોકે, કોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ ભૂપેન્દ્ર ઝાલાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ધરપકડ બાદ CID ક્રાઈમે આરોપીનાં 7 દિવસનાં રિમાન્ડ મેળવ્યા હતા

રાજ્યમાં લોકોને વધુ વળતર આપવાની લોભામણી લાલચ આપીને પોંઝી સ્કીમોમાં રોકાણ કરાવી 6000 કરોડનું મસમોટું કૌભાંડ આચરનારા BZ ગ્રુપનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણા જિલ્લાના એક ફાર્મ હાઉસમાંથી CID ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કર્યા બાદ CID ક્રાઈમે આરોપીનાં 7 દિવસનાં રિમાન્ડ મેળવ્યા હતા જે આજે પૂર્ણ થયા છે. CID ક્રાઈમે આગળની વધુ તપાસ માટે વધુ 6 દિવસનાં રિમાન્ડની માગ કરી હતી. જો કે, કોર્ટે આરોપીનાં 3 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે.

ચાર વર્ષ અગાઉ ભૂપેન્દ્રસિંહ ઝાલા ડિજિટલ કરન્સીમાં રોકાણ કરીને કરોડપતિ બની ગયો હતો. પોલીસ રિમાન્ડ પર રહેલા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોલીસ સમક્ષ તમામ હકીકત વર્ણવી રહ્યો છે. પોતે શરૂ કરેલી જુદી-જુદી સ્કીમોમાં રોકાણ કરેલા રૂપિયાને તેણે વર્ષ 2020માં 10 કરોડ ડિજિટલ કોઈનમાં રોક્યા હતા. જેના તેને રૂપિયા 18 કરોડ મળ્યા હતા. આ તમામ રૂપિયાથી આરોપીએ ગ્રો-મોર નામની શૈક્ષણિક સંસ્થા ખરીદી લીધી હતી. જોકે હાલમાં સમયે આ સંસ્થાની હાલત જોતા તેનું ભવિષ્ય ઘણું અંધકારમય લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!