ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 10નું 83.86 ટકા પરિણામ, પંચમહાલ જિલ્લાનું સૌથી ઓછું રિઝલ્ટ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે 6 મે 2026ના રોજ સવારે 8 વાગ્યે ધોરણ 10નું 83.86 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ પરીક્ષામાં કૂલ 769993 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 756392 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. અને 634327 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ 83.86 ટકા જાહેર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત રિપીટર પરીક્ષાર્થી તરીકે 70934 પરીક્ષાર્થઓ નોંધાયા હતા. તે પૈકી 67404 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 22598 પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 33.53 ટકા આવ્યું છે.

આ ઉપરાંત GSOS પરીક્ષાર્થી તરીકે નોંધાયેલા કૂલ 25313 પરીક્ષાર્થીઓ પૈકી 23353 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 6590 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બન્યા છે. તેમનું પરિણામ 28.22 ટકા આવ્યું છે.

સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો નર્મદા 90.85 ટકા

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ 10ના પરિણામમાં સૌથી વધારે પરિણાણ ધરાવતો જિલ્લો નર્મદા બન્યો છે જિલ્લાનું પરિણામ 90.85 ટકા છે. જ્યારે સૌથી ઓછું પરિણામ પંચમહાલ જિલ્લાનું આવ્યું છે. 76.42 ટકા પંચમહાલ જિલ્લો તળિયે બેઠો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!