અસારવા વિસ્તારમાં બે નેતા પોતાની ‘જય’ માટે આમને-સામને! જનતા પરેશાન

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં પોતાનો કિંમતી મત આપીને ધારાસભ્યને ચૂંટે છે. અને એ ધારાસભ્ય પાસે પોતાના વિસ્તારમાં વિકાસ ઈચ્છતા હોય છે. તો બીજી તરફ ધારાસભ્ય હોય કે સ્થાનિક લેવલે કોર્પોરેટર હોય એકવાર ચૂંટાયા પછી જનતા સામે ‘હું કોણ અને તું કોણ’ જેવો ભાવ ઊભો થાય છે.આવો જ ઘાટ અસારવાર વિધાનસભા વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. અસારવા વિસ્તારની જનતા પોતાના પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે ધારાસભ્યની ઓફિસે ધક્કા ખાઈને તેમના ચપ્પલ ઘસાઈ ગયા પરંતુ પ્રશ્નના ઉકેલ સપના સમાન જ રહ્યો.

સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે અસારવા વિસ્તારમાં લાંબા સમયથી વિકાસ રિસાયો છે. કારણ કે બજેટ આવે છે પણ ક્યાં ગાયબ થઈ જાય છે એે ખબર નથી પડતીં. એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે જનતા તો અઢી વર્ષથી અસારવાના વિકાસની રાહ જોઈ રહ્યા છે. પરંતુ અસારવાના ધારાસભ્ય અને કોર્પોરેટર પોતાની ‘જય’ ની જ ચિંતા છે.

ઉલ્લેખનીય છેકે અસારવાની એક સોસાયટીમાં બે વર્ષથી ચંપલ ઘસ્યા બાદ માંડ માંડ પેવર બ્લોક નાખવામાં આવ્યા છે. જોકે, હવે ધારાસભ્ય અને કોર્પોરેટરો પોતાની ‘તકતી’ માટે આમને સામે આવી ગયા હોય એવો ઘાટ ઊભો થયો છે. એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે અસારવાની જનતાએ તો ધારાસભ્ય અને કોર્પોરેટરને જીતાડીને પસ્તાવાનો વારો આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!