હવે સાબરમતી રિવરફ્રન્ટ પર ચા-નાસ્તાની મજા માણી શકાશે, વોક-વે પર ખુલશે સ્ટોલ

AMC planned to make food court on riverfront
  • આવક વધારવા રિવરફ્રન્ટ પર ચા-કોફી, નાસ્તાના સ્ટોલ ખૂલશે, હરાજીથી અપાશે

અમદાવાદના સાબરમતિ રિવરફ્રન્ટ પર ફરવા જતાં પ્રવાસીઓ હવે ચા-નાસ્તાની મજા માણી શકાશે. જેના માટે વૉક-વે પર ફૂડ સ્ટોલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ફૂડ સ્ટોલની ડિઝાઇન પણ તૈયાર કરી દેવામાં આવી છે. આ સ્ટોલ હરાજીથી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અમદાવાદના રિવફ્રન્ટ પર મુલાકાતીઓને હવે ચા-કોફી અને નાસ્તાની સુવિધા વૉક-વે પર જ મળી રહે તે માટે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ફૂડ કિઓસ્ક ઊભા કરવામાં આવશે. સ્ટોલ મેળવવા માટે હરાજી કરવામાં આવશે અને સૌથી મોટી બોલી લગાવનારને આ કિઓસ્ક આપવામાં આવશે. ફૂડ સ્ટોલ કેવા પ્રકારના હશે તેની ડિઝાઇન પણ તૈયાર કરી દેવામાં આવી છે. આ સ્ટોલ હરાજીથી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અત્યાર સુધી વૉક-વે પર બંને જગ્યાએ ફૂડ વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેના કારણે અહીં ફરવા આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો. જેથી હવે મુલાકાતીઓની સુવિધા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ રિવરફ્રન્ટથી થતી આવક વધારવા માટે પણ આ નિયમ લેવાયો છે. જેમાં બંને જગ્યાએ ઊભા કરેલાં ફૂડ સ્ટોલમાં ચા-કૉફી, જ્યુસ અને નાસ્તાનો સમાવેશ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!