અમદાવાદના દાણીલીમડામાંથી SOG પોલીસે કફ સીરપની 101 ગેરકાયદેસર બોટલ કરી જપ્ત, આરોપીની ધરપકડ

અમદાવાદ: અમદાવાદના દાણીલીમડામાંથી SOG પોલીસે ગેરકાયદેસર કફ સીરપનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. દાણીલીમડામાં ફિરદોસ મસ્જિદ પાસેની મુસ્લિમ સોસાયટીમાંથી નશા માટે ઉપયોગમાં લેવાતી 101 કફ સીરપની બોટલ જપ્ત કરી છે. નાસિર મોહમદ હનીફ શેખના ઘરેથી ગેરકાયદેસર સીરપની બોટલ મળી આવી છે. આ મામલે SOG પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને 22 હજાર કિંમતની બોટલ સહિત કુલ 77 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ પ્રવાહી નશા યુક્ત કફ સીરપ હોવાનો રિપોર્ટ આવ્યો

કફ સીરપની 101 બોટલ કર્યા બાદ એસો છીએ તાત્કાલિક એફએસએલની ટીમની જાણકારી હતી. FSLની ટીમ ઘટના સ્થળે આવીને જપ્ત કરેલા પ્રવાહીનું પરીક્ષણ કરતા આ પ્રવાહી નશા યુક્ત કફ સીરપ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. SOGએ તરત જ નાસિરની ધરપકડ કરી લીધી હતી અને વધુ પૂછપરછ કરી હતી. નાસિરની પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે કફ સીરપનો જથ્થો તે પ્રવીણ નામના યુવક પાસેથી લાવ્યો હતો SOGએ ક્રાઈમ બ્રાન્ચમાં નાસિર અને પ્રવીણ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

મહિલાને કફ સીરપની 200 બોટલો સાથે ઝડપી પાડી હતી

અમદાવાદમાં ડ્રગ્સ, ચરસ અને ગાંજા માટે પોલીસની ધોંસ વધતા નશીલા પદાર્થોનો વેપલો કરતા યુવાનો હવો નશો કરવા માટે કફ સીરપ તરફ વળ્યા છે. ત્યારે આ અગાઉ ઝોન-6 સ્ક્વોર્ડ દ્વારા SOG પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે વટવામાં દરોડા પાડીને એક મહિલાને કફ સીરપની 200 બોટલો સાથે પકડી પાડી હતી. આ બનાવ અંગે વટવા પોલીસે મહિલા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

ઝોન-6ના પી.એસ.આઇ, એમ.આર.બ્રહ્મભટ્ટને મળેલી ચોક્કસ બાતમી આધારે પોલીસ ટીમે વટવા સદભાવના ચાર માળિયામાં એક મકાનમાં દરોડો પાડયો હતો અને મહિલાના ઘરમાંથી નશો કરવા માટે ઉપયોગમાં લેવાઇ રહેલી કફ સીરપની રૂ. 36,630 કિંમતની કુલ 200 જેટલી બોટલો મળી આવી હતી.

પોલીસે મહિલાની ધરપકડ કરી હતી

પોલીસે મહિલાની ધરપકડ કરીને પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે, આ કફ સીરપનો જથ્થો દાણીલીમડામાં અલ્લાહનગર ગેટ પાસે અપનાનગરમાં રહેતા રુબીના નાસીરભાઇ શેખ પાસેથી લાવ્યા હતા. વટવા પોલીસે બન્ને સામે ગુનો નોંધી વધુ તપાસ કેટલા સમયથી આટલી મોટી સંખ્યામાં કફ સીરપનો જથ્થો લાવતા હતા અને કોને કોને આપતા હતા આ તમામ મુદ્દે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!