અમદાવાદ: ગુજરાતીઓ સતત ટ્રાફિકના નિયમોને ભંગ કરતા આવ્યા છે. રાજ્યમાં પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમો કડક બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ લોકો હજી પણ પોતાની જ જાળવણી માટે સીટ બેલ્ટ કે હેલ્મેટ પહેરવામાં કાળજી રાખી રહ્યા નથી. હાલમાં અકસ્માત ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેમ છતાં છેલ્લા એક મહિનામાં અમદાવાદમાં નિયમ તોડનાર લોકો સામે આકરી કાર્યવાહી કરી લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
શહેરમાં વારંવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારનું લિસ્ટ બનાવીને અમદાવાદ આરટીઓને આપવામાં આવ્યું હતું. ટ્રાફિક પોલીસની દરખાસ્ત બાદ અમદાવાદ આરટીઓ દ્વારા વારંવાર નિયમ ભંગ કરનારને નોટીસ આપી હતી અને ત્યાર બાદ લાઈસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. સૌથી પ્રથમ ઘટના છે જેમાં એક મહિનામાં 1360 વધુ લાઈસન્સ સસ્પેન્ડ થયા છે.
અમદાવાદ આરટીઓ દ્વારા નિયમનો ભંગ કરવા બદલ છેલ્લા એક મહિનામાં 1360 વધુ લાઈસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કર્યા છે. આ ઉપરાંત હેલમેટના કેસ સૌથી વધુ છે અને એક વર્ષમાં 2200થી વધુ લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફેટલમાં 220 લાઈસન્સ છે. જ્યારે રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનાર 450 કેસ છે. તેમજ છેલ્લા એક મહિનામાં 3900 ચલન ડિટેઈન ઇશ્યુ થયા છે. જેમાં 1 કરોડ 22 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
લાઈસન્સ સસ્પેન્ડ થાય બાદ ત્રણ મહિના માટે વાહન ચલાવી શકતો નથી અને તેમ છતાં પણ વાહન ચલાવે છે અને ચેકિંગ દરમિયાન પકડાય છે તો તેના પર કાર્યવાહી કરવામાં આવે છે. જ્યારે ફેટલ કેસમાં લાઈસન્સ સસ્પેન્ડ થાય છે તો તેનું લાઈસન્સ જમા લઈ લેવામાં આવે છે. લાઈસન્સ સસ્પેન્ડ ની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ લાઈસન્સ આરટીઓમાંથી મેળવવાનું રહે છે. જોકે, લોકોએ ટ્રાફિક નિયમનું પાલન કરવું જોઈએ.