VIDEO: ‘સંસદમાં રાહુલ ગાંધીએ ધક્કો મારતા હું પડી ગયો’, ભાજપના સાંસદ પ્રતાપ સારંગી ઈજાગ્રસ્ત

સંસદના શિયાળુ સત્ર દરમિયાન ભાજપના સાંસદ પ્રતાપ સારંગીએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર ધક્કો મારવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીના ધક્કાને કારણે પ્રતાપ સારંગી નીચે પડી ગયા હતા અને ઇજા થઇ હતી.

ભાજપના સાંસદ પ્રતાપ સારંગીએ કહ્યું કે, “સીડી ઉપર હું ઊભો હતો ત્યારે રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો અને તે મારા પર પડ્યા તો હું નીચે પડી ગયો.

પ્રતાપ સારંગીના આરોપ બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, કેમેરામાં બધુ કેદ છે. હું સંસદમાં જવાનો પ્રયાસ કરતો હતો. ભાજપના સાંસદોએ મને ધકેલ્યો અને ધમકાવ્યો હતો. ખડગેજીને પણ ધક્કો માર્યો. અમે ધક્કો-મુક્કીથી અમને કઇ થતું નથી. ભાજપના સાંસદ અમને સંસદમાં જતા રોકી શકતા નથી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!