અમદાવાદ એરપોર્ટ પર 10 મહિનામાં 68 કિલો સોનું જપ્ત, સોનાની દાણચોરી અને ડ્રગ્સની હેરાફેરી કરતા 25થી વધુની ધરપકડ

અમદાવાદ: અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરી અને ડ્રગ્સની હેરાફેરી કરતા સતત પોલીસના હાથે ઝડપાઈ રહ્યા છે. ત્યારે હવે અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એપ્રિલ 2024થી 25 જાન્યુઆરી 2025ના 10 મહિના દરમિયાન કસ્ટમ વિભાગે 68 કિલો સોનું જપ્ત કર્યું છે કે જેની કિંમત 45 કરોડ થાય છે. મહત્વની વાત એ છે કે,સોનાની દાણચોરીના આ 10 મહિનામાં 130 કેસ નોંધાતા દર બીજા દિવસે સરેરાશ એક કેસ નોંધાયો છે.

સોનાની દાણચોરી અને ડ્રગ્સની હેરાફેરી કરતા 25થી વધુની ધરપકડ

કસ્ટમ વિભાગે આ 10 મહિના દરમિયાન સોનાની દાણચોરી અને ડ્રગ્સની હેરાફેરી કરતા 25થી વધારે લોકોની ધરપકડ પણ કરી છે. આ પૈકી છેલ્લા બે મહિનામાં દાણચોરી અને ડ્રગ્સની હેરાફેરીના મોટા મોટા કેસ સામે આવ્યા છે. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં કસ્ટમ વિભાગે દાણચોરીના મોટા-મોટા કેસ કર્યા છે તેમાં ગોલ્ડ પેસ્ટ અને કેપ્સુલની અંદર ગોલ્ડ છુપાવીને લાવવાના કેસો પણ સામેલ છે. આ ઉપરાંત થાઈલેન્ડથી આવેલા બે પેસેન્જર પાસેથી ફૂડ પેકેટની અંદર છુપાવેલું 20 કરોડનું ડ્રગ્સ પણ જપ્ત કર્યું હતું.

નશીલા પદાર્થોની હેરાફેરી કરનાર 3 પેસેન્જરની ધરપકડ

કસ્ટમ વિભાગ દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી કરનાર 3 પેસેન્જરની પણ ધરપકડ કરવામાં આવી છે જેમાં 7.5 કિલો નશીલા પદાર્થનો જથ્થો જપ્ત કરીને એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. કસ્ટમની ફોરેન પોસ્ટ ઓફિસમાં પણ આવતા પાર્સલોની ચકાસણી કરવામાં આવી રહી છે અગાઉ ફોરેન પોસ્ટ ઓફિસમાં આવેલા એક પાર્સલમાંથી હાઇબ્રિડ ગાંજો પણ મળી આવ્યો હતો. કસ્ટમ વિભાગ હાલ પોલીસના સ્નીફર ડોગ છે. જેને સ્પેશિયલ નાર્કોટિક્સની ટ્રેનીંગ આપવામાં આવી છે.

પેસેન્જર પાસેથી અમેરિકન ડોલર મળી આવ્યા

કસ્ટમ વિભાગ હવે ડોમેસ્ટિક એરપોર્ટ ઉપર પણ ખાસ નજર રાખી રહ્યું છે કારણ કે છેલ્લા ત્રણ દિવસમાં કુલ ત્રણ પેસેન્જર પાસેથી અમેરિકન ડોલર મળી આવ્યા હતા જેમાં એક પેસેન્જર પાસેથી 16.50 લાખ ભારતીય મૂલ્યનું અને બીજા બે પેસેન્જર પાસેથી 53.55 લાખનું ભારતી મૂલ્યનું વિદેશી ચલણ મળી આવ્યું હતું.

One thought on “અમદાવાદ એરપોર્ટ પર 10 મહિનામાં 68 કિલો સોનું જપ્ત, સોનાની દાણચોરી અને ડ્રગ્સની હેરાફેરી કરતા 25થી વધુની ધરપકડ

  1. [395]2222bet বাংলাদেশ: লগইন, রেজিস্ট্রেশন এবং ক্যাসিনো গেম অ্যাপ ডাউনলোড,2222bet বাংলাদেশ-এ আপনাকে স্বাগতম! দ্রুত লগইন এবং সহজ রেজিস্ট্রেশন প্রক্রিয়ার মাধ্যমে সেরা ক্যাসিনো গেম এবং বেটিং অভিজ্ঞতার আনন্দ নিন। আজই 2222bet অ্যাপ ডাউনলোড করুন এবং নিরাপদে আপনার প্রিয় গেমগুলো খেলে জিতে নিন আকর্ষণীয় পুরস্কার। visit: 2222bet

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!