ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશીની નિમણૂક, હાલમાં CM કાર્યાલયમાં કાર્યરત

અમદાવાદ: ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકે પકંજ જોશીની નિમણૂક કરવામાં આવી છે. વર્તમાન ચીફ સેક્રેટરી રાજકુમાર 31 જાન્યુઆરીના રોજ નિવૃત્ત થયા બાદ પકંજ જોશી ચાર્જ સંભાળશે. તેઓની બદલી અને બઢતી સાથે ગુજરાત સરકારના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

હાલમાં પંકજ જોશી રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયમાં કાર્યરત છે

હાલમાં પંકજ જોશી રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયમાં કાર્યરત છે. હવે પંકજ જોશી નવા ચીફ સેક્રેટરી તરીકે ચાર્જ સંભાળશે. અગાઉ તેઓ મ્યુનિસિપલ કમિશનર, સેક્રેટરી, પ્રિન્સીપાલ સેક્રેટરી સહિતની પોસ્ટ પર રહી ચૂક્યા છે.

કોણ છે પકંજ જોશી

પંકજ જોશી મૂળ ઉત્તરાખંડ રાજ્યના છે જેઓ એ ભારતીય સનદી સેવા IAS ની 1989 બેચમાં ગુજરાત કેડરમાં જોડાયા હતા. IAS અધિકારી પંકજ જોષી કે જેઓ હાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં કાર્યરત છે અને હવે ચીફ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

પંકજ જોશી અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એ.સી.એસ રહી ચૂક્યા છે. પંકજ જોષીએ સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેક.ની પદવી મેળવી છે. IIT નવી દિલ્હીમાં એમ.ટેક. અને સંરક્ષણ તથા વ્યૂહાત્મક અભ્યાસમાં M.Phil સાથે તેઓ ઉત્તીર્ણ થયાં છે. બાદમાં ગુજરાત સરકારના વરિષ્ઠ IAS અધિકારી તરીકે તેઓ કાર્યરત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!