અમદાવાદ: મોંઘવારીના માર વચ્ચે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર મળ્યા છે. હવે દેશની સૌથી મોટી ડેરી બ્રાન્ડ અમૂલે મોંઘવારીથી રાહત આપતા દૂધના ભાવમાં ઘટાડો કર્યો છે. અમૂલે ગુજરાતમાં દૂધના ભાવમાં ઘટાડો કર્યો છે. હાલ અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા અને ટી સ્પેશિયલ દૂધના ભાવમાં ઘટાડો કર્યો છે. દૂધ સસ્તુ હોવાના સમાચાર ગ્રાહકોને જરૂરથી રાહત આપશે.
લીટર દીઠ 1 રૂપિયાનો ઘટાડો
હવે અમૂલનું દૂધ સસ્તું થવાથી અન્ય ડેરી કંપનીઓને પણ અસર થશે અને તેમણે દૂધના ભાવમાં પણ ઘટાડો કરી શકે છે. અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા અને અમૂલ ટી સ્પેશિયલના 1 લીટર પાઉચની કિંમતમાં 1 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
અમૂલ ડેરીએ દૂધની ત્રણ પ્રોડક્ટ અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા અને ટી સ્પેશિયલના ભાવમાં લીટર દીઠ 1 રૂપિયાનો ઘટાડો કર્યો છે. અમૂલ ગોલ્ડનું એક પેકેટ હવે 66 રૂપિયાના બદલે 65 રૂપિયામાં મળશે. અમૂલ તાજા દૂધ હવે 54 રૂપિયાના બદલે 53 રૂપિયામાં મળશે. અમૂલ ટી સ્પેશિયલ દૂધનું એક લીટર પાઉચ હવે 62 રૂપિયાના બદલે 61 રૂપિયામાં મળશે. બીજી તરફ નવા ચોકલેટ પ્લાન્ટની સ્થાપનાની જાહેરાત કરી છે, જેનાથી સ્થાનિક લોકોને રોજગારી મળશે.
નવો ચોકલેટ પ્લાન્ટ અને રોજગારીની તકો
અમૂલ ખેડૂતો અને પશુપાલકોના હિતમાં હંમેશાં કાર્યરત રહ્યું છે. ગુજરાતના તમામ ફેડરેશનોમાં અમૂલ પશુપાલકોને સૌથી વધુ દૂધના ભાવ ચૂકવે છે. આ સાથે, અમૂલે ખેડા જિલ્લાના ડભાણ ગામ નજીક ૪૫ વિઘા જમીનમાં એક નવા ચોકલેટ પ્લાન્ટની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. આ પ્લાન્ટ સ્થાનિક ૭૦૦ લોકોને રોજગારી પૂરી પાડશે.