શિક્ષણાધિકારીના નિયમોને નેવે મુકીને ઉઘરાણું કરતી અમદાવાદની રાજસ્થાન સ્કૂલ

Rajasthan school

શિક્ષણાધિકારી દ્વારા વારંવાર સ્કૂલોને ચૂસ્તપણે વિદ્યાર્થીઓ પાસેથી અડકતરી રીતે ફી અથવા ડોનેશન નહિં ઉઘરાવવા માટે કહેવામાં આવે છે તેમ છતાં પણ સ્કૂલ સંચાલકો અથવા ટ્રસ્ટીઓ દ્વારા આ નિયમનો નિયમોને નેવે મુકીને પોતાના શોખ અથવા તો પોતાની તિજોરીઓ ભરવા માટે અડકતરી રીતે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પાસેથી પૈસાનું ઉઘરાણું કરવામાં આવતું હોય છે. તેવો જ એક કિસ્સો હાલ અમારી સામે આવ્યો છે.

અમદાવાદની પ્રતિષ્ઠિત વિસ્તાર શાહિબાગમાં આવેલ રાજસ્થાન શાહુકારની એક સંસ્થા ગણાતી રાજસ્થાન સેવા સમિતિના ટ્રસ્ટીઓ તેઓ કરોડો રુપિયાની ગાડીઓમાં ફરે છે અને પોતાને સમાજના ટ્રસ્ટીઓ ગણાવતા હોય છે તેવા ટ્રસ્ટીઓ દ્વારા પોતાની શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓના પરસેવાની કમાણીને પોતાના અંગતશોખ પૂર્ણ કરવા માટે અવાર-નવાર આડકતરી રીતે ડોનેશન ઉઘરાવવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર રાજસ્થાન સેવા સમિતિ દ્વારા પોતાની શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પાસેથી પોતાની સ્કૂલના નવા બની રહેલા બિલ્ડિંગમનાં એસી નાખવા માટે હજાર-હજાર રુપિયાનું ઉઘરાવવામાં આવી રહ્યું છે. અને જો કોઈ વિદ્યાર્થી દ્વારા આ પૈસા જમા કરાવવામાં ન આવ્યા હોય તો આ જ ટ્રસ્ટીઓ દ્વારા વિદ્યાર્થીઓને લોબીમાં ઊભા રાખવામાં આવે છે. અત્યારે ગુજરાતમાં શિયાળાની ઋતુ ચાલતી હોવા છતાં પણ એસી માટેના પૈસાનું ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે.

  • કરોડો રુપિયાના આસામી ટ્રસ્ટીઓ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી 1000 રુપિયા ઉઘરાવી રહ્યાં છે
  • રાજસ્થાન સેવા સમિતિના ટ્રસ્ટીઓ પોતાના અંગતશોખ પૂર્ણ કરવા માટે અવાર-નવાર આડકતરી રીતે ડોનેશન ઉઘરાવવામાં આવી રહ્યું છે
  • કરોડપતિ ટ્રસ્ટીઓ વિદ્યાર્થીઓનું લોહી ચૂસીને રોલ્સરોયમાં ફરી રહ્યાં છે
  • પ્રધાનમંત્રી પઢેગા ઈન્ડિયા તો બઢેગા ઈન્ડિયા નો અમલ કરાવવામાં શિક્ષણાધિકારીઓ નાપાસ

ટૂંક સમયમાં જ આ સત્ર પૂર્ણ થવાનું હોવા છતાં પણ દરેક વિદ્યાર્થીઓ પાસે આ પ્રમાણે હજાર-હજાર રુપિયા ઉઘરાવવામાં આવી રહ્યાં છે. આમ તો શિક્ષણાધિકારી દ્વારા આ રીતના ઉઘરાણા ન કરવા માટે ચોક્કસપણે ટ્રસ્ટીઓ અને સંચાલકોને કહેવામાં આવ્યું હોવા છતાં પણ આ કહેવાતા સમાજના ટ્રસ્ટીઓ તેમના સમાજના જ વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ઉઘરાણા કરી રહ્યાં છે.

એ સિવાય પણ સંચાલકો અને ટ્રસ્ટીઓ દ્વારા શિયાળાની ઋતુ હોવાથી વિદ્યાર્થીઓને ફરજીયાત સ્વેટર પહેરીના આવવા માટે પ્રેશર કરવામાં આવી રહ્યું છે. અને એ સ્વેટર પણ ફક્તને ફક્ત તેના ટ્રસ્ટીઓનું જ્યાં કમિશન બંધાયેલ છે તેવા કોઠારી સ્ટોર્સમાંથી ખરીદેલું હોવું જરુરી છે. આમ યેનકેન પ્રકારના વધારાના ઉઘરાણા આ કહેવાતા ભિખારી ટ્રસ્ટીઓ દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી કરવામાં આવી રહ્યાં છે.

હવે સરાકારે અને શિક્ષાણાધિકારીઓ જ આવા લાલચુ અને ભિખારી ટ્રસ્ટી ગણાતા રાજસ્થાને સેવા સમિતિના સંચાલકો પર કાયદેસરની કાર્યવાહી કરીને પોતાના નિયમોનું ચૂસ્તપણે પાલન કરાવે તેવી વાલીઓની અને સમાજની માંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!