હૈદરાબાદમાં પુષ્પા 2 ફિલ્મની સ્ક્રિનિંગમાં મચેલી નાસભાગ મામલે અભિનેતા અલ્લૂ અર્જુનની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં એક મહિલા ચાહકનું મોત નીપજ્યું હતું. આ મામલે કેસ રદ કરાવવા અલ્લુ અર્જુને કોર્ટમાં અપીલ પણ કરી હતી. હવે હૈદરાબાદ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.
દક્ષિણના સુપરસ્ટાર અલ્લૂ અર્જુનની પુષ્પા-2 ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન હૈદરાબાદમાં સંધ્યા થિયેટર ભીડ ઉમટી હતી. ચાહકો અલ્લુ અર્જુનની એક ઝલક જોવા ઉમટી પડતાં નાસભાગ થઈ હતી. જેમાં દિલસુખનગરમાં રહેતી 39 વર્ષીય રેવતી તેના પતિ અને બે બાળકોમાં એક 9 વર્ષીય શ્રી તેજ અને 7 વર્ષીય સાન્વિકા નાસભાગમાં નીચે આવી ગયા હતા.
જેમાં રેવતી અને તેમનું નવ વર્ષનો બાળક નાસભાગમાં બેભાન થયાં હતા. પોલીસે મા-દીકરાને વિદ્યાનગરના દુર્ગાભાઈ દેશમુખ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જેમાં ડૉક્ટરે રેવતીને મૃત ઘોષિત કરી હતી. જ્યારે બાળકની હાલ વધુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે KIMS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સમગ્ર મામલે અલ્લુ અર્જુન વિરુદ્ધમાં કેસ નોંધાયો છે. આ સાથે સંધ્યા થિયેટરના મેનેજમેન્ટ સામે કેસ નોંધવામાં આવ્યો છે.