નવી દિલ્હી: દક્ષિણ કોરિયામાં આજે મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે. દક્ષિણ કોરિયાના મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 175 મુસાફરો અને છ ક્રૂ મેમ્બરોને લઈને જઈ રહેલું વિમાન રનવે પરથી લપસી ગયું અનેદિવાલ સાથે અથડાઈ ગયુ હતું. ત્યારબાદ આ વિમાનમાં આગ લાગી ગઈ હતી. આ વિમાન દુર્ઘટનામાં 179 લોકોના મોત થઈ ગયા છે.
દુર્ઘટના લેન્ડિંગ સમયે સર્જાઈ
જેજુ એરનું આ પ્લેન થાઈલેન્ડથી પરત ફરી રહ્યું હતું. આ દુર્ઘટના લેન્ડિંગ સમયે સર્જાઈ હતી. મુઆન એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ ફાયર અધિકારીઓએ કથિત રીતે કહ્યું છે કે તેઓએ દક્ષિણ કોરિયાના મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લાગેલી આગને બુઝાવી દીધી છે. મુઆન એરપોર્ટ પર બચાવ કામગીરી બે લોકો જીવિત મળી આવ્યા છે. આ વિમાન દુર્ઘટના હવામાં વિમાન સાથે પક્ષીના અથડાવાને કારણે સર્જાઈ હોવાની માહિતી મળી રહી છે.
દક્ષિણ કોરિયાના કાર્યવાહક પ્રમુખ ચોઈ સાંગ-મોકે કહ્યું કે બચાવ માટે દરેક સંભવ પ્રયાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. કાર્યવાહક પ્રમુખ ચોઈ સાંગ-મોક પણ દુર્ઘટના સ્થળ પર પહોંચી રહ્યા છે.