ગુજરાત રાજ્ય આમતો ડ્રાય સ્ટેટ કહેવાય છે. ગાંધીના ગુજરાતમાં દારુ બંધી છે. જોકે રાજ્યમાં અધિકૃત લિકર શોપ અને પરમિટ કાર્ડ ધારકો માટે દારું વેચાણ થાય છે. ગુજરાત રાજ્યમાં વિદેશી દારૂના વેચાણ અને આયાત પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે પોલીસ વિભાગે 2026-27 માટેનું નવું ભાવપત્રક જાહેર કર્યું છે. જેમાં નવા સુધારા મુજબ, 801 સ્પ્રિટ, 226 બીયર અને 636 વાઇન જેવી પ્રોડક્ટ્સના ભાવમાં ફેરબદલ કરીને નવા ભાવ જાહેર કરાયા છે.
જેની સીધી અસર રાજ્યના અધિકૃત લિકર શોપ અને પરમિટ કાર્ડ ધરાવતા ગ્રાહકો પર પડશે. એક બોટલ ના તો 50 હજાર સુધીનો ભાવ છે, તો ટોપ 10 મોંધી બ્રાન્ડ 20 હજારથી આસપાસ છે. રાજ્યના ગૃહ વિભાગ અને નશાબંધી આબકારી નિયામક કચેરીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલ આ ભાવપત્રક તા. 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે અને માર્ચ 2027 સુધી માન્ય રહેશે.
કેટલાક બ્રાન્ડમાં વધારો નોંધાયો
અગાઉના વર્ષના ભાવોની સરખામણીએ કેટલાક બ્રાન્ડમાં વધારો નોંધાયો છે, જ્યારે કેટલાકમાં સ્થિરતા જોવા મળી છે. સરકારના મતે, આ પગલું ગેરકાયદે વેચાણ પર નિયંત્રણ લાવવા અને લાઈસન્સ ધરાવતા વેપારીઓ માટે સ્પષ્ટ માર્ગદર્શિકા પૂરી પાડવા માટે લેવામાં આવ્યું છે. રાજ્યમાં પરમિટ ધારકોને દારૂ પીવો મોંઘો પડશે.
વિશેષ સમિતિએ દારૂના નવા ભાવ નક્કી કર્યા
દારૂના ભાવ નક્કી કરવા માટે ગત વર્ષે રાજ્ય સ્તરે વિશેષ સમિતિ રચવામાં આવી હતી. આ સમિતિએ બજારની સ્થિતિ, આયાત ખર્ચ, બ્રાન્ડ વેલ્યુ અને અન્ય આર્થિક પરિબળોને ધ્યાનમાં રાખીને નવા દર નક્કી કર્યા છે.
Love the VIP treatment here. The rewards are actually generous and the support team is very helpful. Five stars for takbatvip.
Love how easy it is to manage my account here. No complicated steps, just pure gaming. I always use 777ucasinologin whenever I want to relax and play.