અમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળા બજારી, ચાંદખેડા પોલીસે આરોપીની કરી ધરપકડ

અમદાવાદ: અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 25મી અને 26મી જાન્યુઆરીએ કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાશે. કોલ્ડ પ્લેનો ક્રેઝ ભારતમાં વધારે હોવાથી કોન્સર્ટની જાહેરાત થતા જ ઓનલાઈન ટિકિટનું વેચાણ કરતી સાઈટ પણ ક્રેશ થઈ ગઈ હતી. અને ટિકિટનું વેચાણ શરૂ થયા બાદ અમુક સમયમાં હજારો ટિકિટ વેચાઈ ગઈ હતી. ત્યારે કેટલાક લોકો કોલ્ડપ્લેની ટિકીટ મેળવવા માટે કંઈક જુગાડ કરી રહ્યાં છે. જેનો ગેરલાભ કેટલાક લોકો લઈ રહ્યાં છે અને કેટલાક તત્વો દ્વારા કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળા બજારી કરવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે.

ચાંદખેડા પોલીસે આરોપીની કરી ધરપકડ

અમદાવાદના ચાંદખેડા પોલીસે કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી કરતા આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે અક્ષય પટેલ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. તપાસ કરતા અક્ષય પટેલ પાસેથી કોલ્ડપ્લેની 6 ટિકિટ મળી આવી છે. 2500 રુપિયાની 4 અને 4500 રુપિયાની 2 ટિકિટ મળી આવી છે. 6 ટિકિટ ઊંચા ભાવે વેચી કાળા બજારી કરતો હોવાનું સામે આવ્યું છે. અક્ષય પટેલે અગાઉથી કોલ્ડપ્લેની ટિકિટો ખરીદી હતી અને હવે તેનું બ્લેક માર્કેટિંગ કરી રહ્યો હતો. પોલીસે અક્ષય પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કોન્સર્ટનું લાઈવ સ્ટ્રીમિંગ

તમને જણાવી દઈએ કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર આ કોન્સર્ટ હવે લાઈવ સ્ટ્રીમ પણ કરવામાં આવશે. આ શો ડિઝની પ્લસ હોટસ્ટાર પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે ભારતભરના કોલ્ડપ્લે ચાહકો હવે તેમના ઘરેથી કોન્સર્ટનું લાઇવ પ્રદર્શન જોઈ શકશે. કોલ્ડપ્લેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી છે કે 26 જાન્યુઆરીએ અમદાવાદમાં યોજાનારા કોન્સર્ટનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર પર કરવામાં આવશે.

One thought on “અમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળા બજારી, ચાંદખેડા પોલીસે આરોપીની કરી ધરપકડ

  1. [766]Xsmthn – Link vào tải app và game quay hũ đổi thưởng,Truy cập xsmthn để trải nghiệm game quay hũ đổi thưởng hấp dẫn. Hướng dẫn cách chơi baccarat online và nạp tiền qua Momo casino nhanh chóng. Tham gia ngay! visit: xsmthn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!