અમદાવાદ: EDએ અમદાવાદ, સુરત, બેંગલુરુ, લખનઉ, કોઈમ્બતુર, મુંબઈ અને દિલ્હી સહિત 21 સ્થળોએ મેજિક વિન નામની વેબસાઈટ દ્વારા ક્રિકેટ મેચનું ગેરકાયદેસર પ્રસારણ કરતા ઓપરેટરોના ઠેકાણા પર દરોડા પાડ્યા હતા.
ક્રિપ્ટો કરન્સીમાં કરેલા કરોડો રૂપિયાના રોકાણનો પણ ઘટસ્ફોટ
EDના અધિકારીઓએ મેજિક વિન નામની વેબસાઈટના ભારતના પ્રમોટરો અને સત્તા બેટીંગ કરનારાઓને ત્યાં દોરડાની કાર્યવાહી હાથ ધરીને ક્રિપ્ટો કરન્સીમાં કરેલા કરોડો રૂપિયાના રોકાણનો પણ ઘટસ્ફોટ કર્યો છે. 50થી વધુ બોગસ કંપનીઓ અને 100થી વધારે બોગસ બેંક ખાતામાં દસ્તાવેજો અને ડિજિટલ ડિવાઈસ જપ્ત કરીને અંદાજે 1000 કરોડથી પણ વધારેનું ક્રિકેટ સત્તા બેટિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું છે.
1000 કરોડના ક્રિકેટ બેટિંગ કૌભાંડનો ખુલાસો
આ દરોડા દરમિયાન EDએ 3.55 કરોડની માલમતા જપ્ત કરી છે તથા બેંક ખાતામાં જમા 30 લાખ રૂપિયા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. આ કૌભાંડ મહાદેવ એપની જેમ ક્રિકેટ પર સત્તાનો કૌભાંડ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. લગભગ 1000 કરોડ રૂપિયાના આ કૌભાંડમાં ઘણા મોટા માથાં સંડોવાયેલા હોવાની માહિતી સામે આવી રહી છે.
આ સમગ્ર રેકેટમાં ક્રિકેટરો અને સેલિબ્રિટીઓની સંડોવણી
મેજિક વિન દ્વારા ક્રિકેટ મેચનું ગેરકાયદેસર પ્રસારણ કરવામાં આવતું હતું જેના કારણે ખરેખર જેને પ્રસારણ કરવાના હક મળ્યા છે તેમને કરોડો રૂપિયાનું નુકસાન થતું હતું. મેજિક વિન પ્રમોશન પાર્ટીમાં બોલીવુડની ટોચની અભિનેત્રીઓ અને અભિનેતાઓ તથા ક્રિકેટરો એ પ્રમોશન કરવા માટે જાહેરાત કરીને પોતાના વિડીયો અને ફોટા તેમના પર્સનલ એકાઉન્ટ દ્વારા શેર કર્યા હતા, જેના કરોડો રૂપિયા પણ ચૂકવાયા હતા. હવે EDએ તેની પણ તપાસ હાથ ધરી છે. એક તરફ ઓનલાઈન સટ્ટા બેટિંગનું મહાદેવ એપનું કૌભાંડ ચાલી રહ્યું છે ત્યારે મેજિક વિનનું નવું ક્રિકેટ સત્તા બેટિંગનું આખું રેકેટ ઝડપાયું છે. એટલું જ નહીં આ સમગ્ર હવાલા રેકેટમાં ક્રિકેટરો અને સેલિબ્રિટીઓની સંડોવણીને પણ નકારી ન શકાય.
મેજિક વિનના પ્રમોટરો અમદાવાદ મુંબઈ દિલ્હી અને લખનઉમાં બેટિંગ કરનાર અને પ્લેયર્સને તેમના ખાતામાં ડોમેસ્ટિક મને ટ્રાન્સફર કરતા હતા અને કોના ખાતામાં રકમ જમા થઈ છે તેની તમામ વિગતો ED અધિકારીઓ પાસે આવી ગઈ છે. આ કારણોસર હવે કેટલા ક્રિકેટરો અને બોલીવુડની હસ્તીઓ પણ સટ્ટાબેટિંગની આ તપાસની ઝપેટમાં આવે તેમાં કોઈ નવાઈ નથી.