ખાખીની આડમાં દારૂનો વેપલો: પેટલાદમાં પોલીસકર્મીના ઘરેથી 3 લાખનું વિદેશી દારૂ ઝડપાયું

આણંદ: આણંદમાંથી ગુજરાત પોલીસને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ખાખી વર્દીને કંલક લગાડતી ઘટના સામે આવી છે. 31મી ડિસેમ્બર નજીક આવી રહી છે અને ગુજરાત પોલીસ રાજ્યમાં બુટલેગરો સામે લાલ આંખ કરી રહી છે. રાજ્યમાં દારૂની હેરફેર ન થાય તે માટે પોલીસ પેટ્રોલિંગ પણ કરી રહી છે. પરંતુ આણંદના પેટલાદમાં તો પોલીસકર્મીના ઘરમાંથી જ દારૂ મળી આવ્યો છે.ગાંધીનાં ગુજરાતમાં એક ‘રક્ષક’ એ જ દારૂબંધીનાં કાયદાનાં લીરેલીરા ઉડાડ્યા છે. પેટલાદમાં એક પોલીસકર્મીના ઘરેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કર્મચારીના ઘરમાં દરોડા પાડી આણંદ LCBએ 3.63 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. પેટલાદમાં રહેતા બુટલેગરે બહારથી વિદેશી દારૂ મંગાવી પોલીસકર્મીના ઘરે ઉતાર્યો હતો. આ મામલે LCBએ પોલીસકર્મીને સકંજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

3.63 લાખનો મુદ્દામાલ જપ્ત

આણંદ જિલ્લાનાં પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં સુનિલ મકવાણા હેડ કોન્સ્ટેબલ તરકે ફરજ બજાવે છે. દારૂબંધી કાયદાનું પાલન સુનિશ્ચિત કરવાને બદલે આ હેડ કોન્સ્ટેબલે જ કાયદાના લીરેલીરા ઉડાડ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે દારૂનાં વેપલાની બાતમી મળતા LCB એ કાર્યવાહી કરી હતી. બાતમીનાં આધારે કાર્યવાહી કરી LCBની ટીમે હેડ કોન્સ્ટેબલ સુનિલ મકવાણાનાં ઘરે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ઘરમાં તપાસ કરતા અલગ-અલગ જગ્યાઓએથી 20 પેટીમાંથી વિદેશી દારૂની 240 બોટલો મળી આવી હતી. પોલીસે કુલ 3.63 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

દારૂ સાથે ઝડપાયેલા હેડ કોન્સ્ટેબલને બૂટલેગરના દીકરા મોહસીન સાથે મિત્રતા હતી. જેથી પોલીસવાળાને ત્યાં જ દારૂ રાખવામાં આવે તો ત્યાં દરોડા ન પડે તેવા આશયથી મોહસીને ઘરમાં દારૂ રખાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!