લો બોલો ડૉક્ટરોને સરકારી નોકરીમાં રસ જ નથી, ઉમેદવારો નહીં મળતા તારીખ લંબાવાઈ

candidates did not apply for gpsc health department recruitment

ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની 29 જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી હતી. આ ભરતીમાં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર, 2024 હતી. જો કે, ઓનલાઈન આવેદન કરવાની નિયત તારીખ સુધીમાં કોઈ ઉમેદવારોએ અરજી ન કરતા આયોગ દ્વારા ભરતીના ફોર્મ ભરવાની તારીખ લંબાવામાં આવી છે.

ગુજરાતમાં સરકારી નોકરી માટે યુવાનો તલપાપડ હોય છે. એક જગ્યા સામે હજારો ફોર્મ ભરાયા છે. બીજી તરફ ગુજરાતમાં ડોક્ટરોને સરકારી નોકરીમાં રસ જ નથી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની વિવિધ વિષયોના પ્રાધ્યાપક વર્ગ 1 અને સહ-પ્રાધ્યાપક, વર્ગ 1ની જગ્યા પર ભરતી કરવા માટે GPSC દ્વારા 21 નવેમ્બરથી 10 ડિસેમ્બર, 2024 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. આ ભરતીમાં વિવિધ સંવર્ગ માટે 29 જેટલી જગ્યાઓ હતી. જેમાં પે મેટ્રિક લેવલ 13 હેઠળનો પગાર હોવા છતાં પણ ઉમેદવારોએ અરજી ન કરી ન હતી. ત્યારબાદ આયોગ દ્વારા અરજી માટેની તારીખ લંબાવવામાં આવી છે.

ડૉક્ટરનું શું કહેવું છે?
એક સિનિયર ડૉક્ટરનું કહેવું છે કે, આ પોસ્ટ માટે પ્રાઈવેટ સેક્ટરમાં સારા પ્રમાણમાં સેલેરી મળે છે. સરકાર દ્વારા અલગ અલગ વિસ્તારોમાં પોસ્ટિંગ આપવામાં આવતું હોય છે, આપવામાં આવે છે, જ્યારે પ્રાઈવેટ સેક્ટરમાં મોટેભાગે મેટ્રો સિટીમાં હોય છે. સુપર સ્પેશ્યાલિટીમાં ફેસિલિટી વધુ હોવાથી સરકારી ભરતીની જગ્યાએ ઉમેદવારો પ્રાઈવેટ સેક્ટર વધુ પસંદ કરતા હોય છે.

GPSCના ચેરમેન હસમુખ પટેલે શું કહ્યું?
GPSCના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે, ઉમેદવારો ન મળતા જાહેરાત ક્રમાંક 90-96/2024-25 કાર્ડિયોલોજી, મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, સીટીસર્જરીના પ્રાધ્યાપક અને કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી,સર્જીકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના સહપ્રાધ્યાપક, GSS વર્ગ-1 માટે અરજી કરવાની તારીખ 18 ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!