આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર ચાલતી બસમાં લાગી ભીષણ આગ, મુસાફરોએ બારીમાંથી કૂદી જીવ બચાવ્યા

કન્નોજ: ઉત્તર પ્રદેશના કન્નૌજમાં લખનઉ-આગ્રા એક્સપ્રેસ વે પર મોટી દુર્ઘટના ટળી ગઈ છે. લખનઉથી દિલ્હી જઈ રહેલી મુસાફરોથી ભરેલી બસમાં અચાનક આગ લાગી ગઈ હતી. આ ભયંકર ઘટનાથી બસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે આગ લાગ્યા પછી બસની અંદર ધુમાડો ભરાવા લાગ્યો હતો જેના કારણે મુસાફરો ગભરાઈ ગયા હતા. પરિસ્થિતિ વધુ ગંભીર બનતી જોઈને ડ્રાઈવરે તરત જ બસ રસ્તા કિનારે રોકી દીધી હતી. આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ હોવાનું જણાઈ રહ્યું છે.

મુસાફરોએ બારીમાંથી કૂદી જીવ બચાવ્યા

ઘટના દરમિયાન મુસાફરોએ સમજદારી દાખવી અને બારી અને દરવાજામાંથી કૂદીને પોતાના જીવ બચાવ્યા હતા. સદનસીબે બધા મુસાફરો સમયસર બસમાંથી બહાર નીકળી ગયા હતા અને કોઈને ગંભીર ઈજા નથી પહોંચી. ફાયર વિભાગને જાણ કર્યા બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મામલાની તપાસ શરૂ કરી છે.

બસ લખનઉથી દિલ્હી જઈ રહી હતી

આ અકસ્માતે એક્સપ્રેસ વે પર મુસાફરી કરી રહેલા મુસાફરોને સતર્ક રહેવાનો મેસેજ આપ્યો છે. આગ્રા એક્સપ્રેસ વેના પોઈન્ટ 240 પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ. ચાલતી બસમાં આગ લાગેલી જોઈને ત્યાંથી પસાર થતા લોકો પણ ચોંકી ગયા હતા. જોકે, મુસાફરોએ બસમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. બસ લખનઉથી દિલ્હી જઈ રહી હતી. આ કેસની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. બીજી તરફ ત્યાંથી મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર મોકલવાની તૈયારીઓ પણ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!