ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ રાજ્ય માટે ખૂબ જ મહત્વના છે.
ગુજરાતના પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસા અને ગરમીને લઈને મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર 23 મેની આસપાસ રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થવાની પ્રબળ શક્યતા છે. ખાસ કરીને 25 મેથી 7 જૂન વચ્ચે આવતા રોહિણી નક્ષત્ર પર સૌની નજર છે. જો નક્ષત્રના ઉતરતા ભાગમાં વરસાદ પડે તો તે સારા ચોમાસાનો સંકેત માનવામાં આવે છે.
15 મે બાદ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી સક્રિય થતાં દરિયામાં હલચલ વધશે. જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાય તેવી પણ શક્યતા છે, જ્યારે 25 મે આસપાસ દક્ષિણ ભારતમાં ચોમાસું દસ્તક દઈ શકે છે. હાલમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આગામી 7 દિવસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ રહેશે. જોકે આ વાદળો ઊંચાઈ પર હોવાથી અતિભારે વરસાદની શક્યતા નહિવત છે.
વરસાદી ઝાપટાં વચ્ચે ગુજરાતમાં ગરમી પણ આકરો મિજાજ બતાવશે. 11 થી 20 મે દરમિયાન રાજ્યમાં અસહ્ય ગરમી પડશે. મધ્ય અને ઉત્તર ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ અને મોરબીમાં તાપમાન 43 થી 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી લોકોએ ભારે બફારાનો સામનો કરવો પડશે.
આમ મે મહિનો ગુજરાત માટે મિશ્ર ફળદાયી રહેશે, જેમાં એક તરફ પ્રિ-મોન્સુન એક્ટિવિટી રાહત આપશે તો બીજી તરફ કાળઝાળ ગરમી પરીક્ષા લેશે.
[9956]Betarco Login Oficial | Mejores Slots y Depósitos en Oxxo,Accede a betarco y disfruta de las mejores slots online. Descarga la apk oficial y recarga tu cuenta fácilmente con depósitos en Oxxo. ¡Regístrate y juega ya! visit: betarco
Honestly the best gaming platform I have used in a while. Everything is so intuitive and the rewards are actually fair. Highly recommend vnluk88 to everyone.
Finally found a place where the odds are actually fair. The variety of options is impressive and the support team is very helpful. Give aposta1real a shot!
Okay, so 356phdream has become my go-to. They’ve got a good selection of games, and I haven’t had any issues withdrawing my winnings. Give it a whirl! Click here: 356phdream