અમદાવાદ: અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન આપવવાની લાલચ આપીને વસ્ત્રાપુર, સોલા તથા નારણપુરાના 250 લોકો સાથે રૂ. 3 કરોડની ઠગાઈ કરવામાં આવી હતી. હવે આ ઠગાઈ કરનાર આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. આ આરોપીએ પોતે સચિવાલયમાં નોકરી કરતો હોવાનું કહીને આા ઠગાઈ કરી હતી. તેણે વસ્ત્રાપુર,સોલા અને નારણપુરાના લોકો સાથે આ ઠગાઈ કરી હતી.
આરોપીને લોકલ ક્રાઈમે ઝડપી પાડયો
વસ્ત્રાપુર,સોલા અને નારણપુરાના 25દ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનની લાલચ આપી હતી અને તેઓ પાસે રૂ. ૩ કરોડની ઠગાઇ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસના આરોપી વિરમસિંહ ઉર્ફે વિરેન્દ્રસિંહ ઉર્ફે સાહેબ ભોજુભા રાઠોડને ઝોન 1 લોકલ ક્રાઈમે ઝડપી પાડયો છે. પોલીસ તપાસમાં આરોપી સચિવાયલમાં નોકરી કરતો હવાનું કહીને જરૂરીયાતમંદ લોકોને પોતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો અપાવવાની લાલચ આપતો હોવાનો ખુલાસો થયો છે.
દુકાનો અને મકાન અપાવાના બહાને 250 લોકો પાસેથી ૩ કરોડ પડાવ્યા
છેલ્લા બે વર્ષથી તે લોકો પાસેથી મકાન રજીસ્ટ્રેશનના 30 હજાર અને દુકાન રજીસ્ટ્રેશનના રૂ.50 હજાર તથા દસ્તાવેજના રૂ. 1.40 લાખથી રૂ. 1.60 લાખ પડાવી રહ્યો હતો. આરોપી આવાસ યોજનાના ડ્રોમાં મહિલાઓને પ્રાયોરીટી આપવામાં આવતી હોવાનું કહી મહિલાઓના ફોર્મ ભરાવતો હતો. દુકાનો અને મકાન અપાવાના બહાને 250 લોકો પાસેથી ૩ કરોડ પડાવ્યા હતા.