અમદાવાદ: રાઈટ ટુ એજ્યુકેશનમાં વાલીઓની આવક વધુ હોવાનું સામે આવ્યા બાદ આવકના બોગસ પુરાવાથી થયેલા પ્રવેશ રદ કરવામાં આવે છે. પરંતુ આ પ્રવેશ રદ થયા બાદ ખાલી પડતી RTIની બેઠકોમાં પ્રવેશ માટે કોઈ ચોક્કસ નીતિ જ નથી અને આ બાબતે કોઈ સ્પષ્ટતા નથી. જેથી કેટલીક ખાનગી સ્કૂલો RTIના રદ થયેલા પ્રવેશની બેઠકોમાં મોટી ફી કે ડોનેશનલ લઈને પણ પ્રવેશ આપી દેતી હોવાની હવે ફરિયાદો ઊઠી રહી છે.
RTI એક્ટ
RTI એક્ટ હેઠળ ધોરણ 1માં વિના મૂલ્યે પ્રવેશ માટેની રાજ્ય સરકારની ઓનલાઈન કેન્દ્રિય પ્રક્રિયામાં દર વર્ષે તમામ જિલ્લામાં 2થી 3 રાઉન્ડમાં અરજીઓ, પુરાવા અને કેટેગરી પ્રમાણે પ્રવેશ ફાળવ્યા બાદ તપાસમાં જો વાલીની આવક વધુ હોવાનું ધ્યાનમાં આવે તો પ્રવેશ રદની પણ જોગવાઈ છે. જો કે, છેલ્લા 2 વર્ષમાં અમદાવાદ શહેરની મોટી ખાનગી સ્કૂલો દ્વારા પોતાની રીતે વાલીઓની આવકના પુરાવા મેળવીને ડીઈઓમાં સબમીટ કરાયા બાદ ડીઈઓ દ્વારા વાલીઓને બોલાવી હિયરિંગ કરીને ખોટી રીતે મેળવેલા પ્રવેશ રદ કરાયા છે.
ખાનગી સ્કૂલો આ ખાલી બેઠકોમાં વઘુ ફી કે ડોનેશન લઈને પ્રવેશ આપે છે
છેલ્લા બે વર્ષમાં ચારથી વધુ આવા બોગસ પ્રવેશ રદ થયા છે. આવકના બોગસ પુરાવા દાખલા સાથે થયેલા પ્રવેશ રદ થવા જોઈએ પરંતુ આ પ્રવેશ રદ થતા અન્ય ગરીબ-સામાન્ય બાળકો કે જેમને અગાઉ કેન્દ્રિય પ્રક્રિયામાં પ્રવેશ મળી શક્યો ન હતો. તેમને મેરિટ-કેટેગરી, પુરાવાના આધારે ખાલી બેઠકોમાં પ્રવેશ આપવાની માગ ઊઠી છે. ધોરણ 1 બાદ બીજાથી આઠમાં ધોરણમાં પણ ખાલી પડતી બેઠકોમાં અન્ય જરૂરીયાતમંદ બાળકોને 25%ની ખાલી બેઠકોમાં પ્રવેશ આપવો જોઈએ તેવી માગણી છે. ત્યારે બીજી બાજુ એવી પણ ફરિયાદ છે કે કેટલીક ખાનગી સ્કૂલો આ ખાલી બેઠકોમાં વઘુ ફી કે ડોનેશન લઈને પ્રવેશ આપી દે છે.