અમદાવાદના 35 વર્ષ પહેલા રહસ્યમય રીતે ગુમ થયેલી શબનમનું હાડપિંજર શોધવા પોલીસનું ખોદકામ

અમદાવાદ શહેરમાં વર્ષો જુના એક મર્ડર કેસ મામલે હાલ પોલીસ તથા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખોદકામ કરી મૃતકના હાડપિંજર બહાર કાઢવાની કામગીરી હાથ ધરાતા હડકંપ મચ્યો છે. મળતી માહિતી મુજબ શહેરના વટવા વિસ્તારમાં આવેલા કુતુબ નગરમાં વર્ષ 1992માં એક પરિણીત યુવતીની તેના જ પ્રેમીએ હત્યા કરી મૃતદેહ દાટી દીધો હોવાની વાતો વહેતી થઈ છે. જોકે આ વાતમાં કેટલી સત્યતા છે અને શું છે આખો મામલો એ તો પોલીસ તપાસ બાદ જ સામે છે.

આ મામલે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ કેસ લગભગ વર્ષ 1992નો એટલે કે આજથી 34-35 વર્ષ જુનો હોવાનું મનાય છે. વર્ષ 1992માં વટવાના કુતુબનગરમાં વિસ્તારમાં રહેતી ફરઝાના ઉર્ફે શબ્નમ નામની પરિણીત યુવતી અચાનક રહસ્યમય રીતે ગુમ થઈ હતી.

જે બાદથી તેની કોઈ ભાળ મળી નહીં, અને બાદમાં પોલીસે પણ જે-તે સમયે આ મામલે તપાસ કરી હતી, છતાં વર્ષોથી આ કેસ વણઉકેલાયેલો હતો. જોકે હાલ આ મામલે પોલીસને કોઈ પુરાવા મળી આવતા વર્ષો જુનો આ કેસ ફરી ખુલવા પામ્યો છે.

સુત્રોએ આપેલી માહિતી મુજબ, આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને શંકા છે કે વર્ષ 1992માં વટવામાંથી રહસ્યમય રીતે ગાયબ થયેલી ફરઝાના ઉર્ફે શબ્નમના શમશુદ્દીન નામના યુવક સાથે લગ્નેતર સંબંધ હતો.

જેમાં બંને વચ્ચે કોઈ બાબતે વિવાદ સર્જાતા શમશુદ્દીનએ તેની પરિણીત પ્રેમિકા ફરઝાનાને મોતને ઘાટ ઉતારી દીઈ અને પુરાવાના નાશ માટે મૃતદેહને પોતાના જ ઘરના કુવામાં દાટી દીધી હોઈ શકે છે. કારણ કે બનાવ સમયેથી શમશુદ્દીનની પણ કોઈ માહિતી મળી સામે આવી નથી.

જોકે હાલ સમગ્ર મામલે માત્ર શંકાના આધારે તપાસ શરૂ કરી છે. અમદાવાદના વટવાના કુતુબ નગરમાં યુવતીનો મૃતદેહ દાટી હોવાના મામલે ક્રાઇમ બ્રાંચની ટીમ FSLના ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચી છે અને જેસીબીની મદદથી મૃતદેહના અવશેષોને શોધવાની તજવીજ હાથ ધરાઇ છે.

મૃતદેહના અવશેષો મળ્યા બાદ તેના DNA મેચિંગની કામગીરી હાથ ધરાશે. જેથી 35 વર્ષથી વણઉકેયેલો કેસ હવે ઉકેલાય જાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે અને આ મામલે સમાચાર સામે આવતા આખા વિસ્તારમાં હડકંપ મચ્યો છે.

5 thoughts on “અમદાવાદના 35 વર્ષ પહેલા રહસ્યમય રીતે ગુમ થયેલી શબનમનું હાડપિંજર શોધવા પોલીસનું ખોદકામ

  1. [6233]1x bet অফিসিয়াল লগইন | বিকাশ পেমেন্ট ও ক্যাসিনো বোনাস,1x bet অ্যাপ ডাউনলোড করে সেরা অনলাইন ক্যাসিনো বোনাস পান। এখানে বিকাশ পেমেন্টের সুবিধা এবং স্লট গেমের সহজ নিয়ম রয়েছে। আজই যোগ দিন। visit: 1x bet

  2. I’ve been playing here for a few weeks now and the payouts are surprisingly fast. Definitely one of the most reliable platforms I’ve found recently. Check out ph77pinas for a great experience.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!