કોલસાના વેપાર સાથે સંકળાયેલા દોસાણી ગ્રુપ પર ITના દરોડા, 15 કરોડના બિનહિસાબી વહેવારો પકડાયા

અમદાવાદ: જુહાપુરામાં કોલસાના વેપાર સાથે સંકળાયેલા દોસાણી ગ્રુપ પર છ જગ્યાએ આવકવેરાના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં અધિકારીઓને રૂપિયા બે કરોડની રોકડ, રૂપિયા 1.50 કરોડની જ્વેલરી અને રૂપિયા 10 કરોડના બિન હિસાબી વ્યવહારો મળી આવ્યા હતા. કોલસા અને ફૂડ બિઝનેસ સાથે સંકળાયેલા દોસાણી ગ્રુપે દુબઈમાં પાંચ કરોડની કિંમતની પ્રોપર્ટી વસાવી હતી પરંતુ તેની કોઈ જાહેરાત નહોતી કરી. કાયદાકીય જોગવાઈ પ્રમાણે વિદેશની મિલકત રિટર્નમાં દર્શાવવી ફરજિયાત છે. હવે આ દરોડામાં તેનો પણ ખુલાસો થયો છે.

આવકવેરાના અધિકારીઓએ દરોડામાં દોસાણી ગ્રુપની પાંચ કંપનીઓ ઓયેસ્ટર ઇન્ટરનેશનલ એલએલપી, બ્લેક ડાયમન્ડ પ્રાઇવેટ લિમિટેડ, ન્યુટ્રી કિન્ગડમ પ્રાઇવેટ લિમિટેડ, વન્ડરલેન્ડસ્પ્રી એલએલપી અને ગ્રાન્ડ સ્પ્રી કંપનીઓને આવરી લીધી હતી. અને કુલ ત્રણ રહેઠાણો ત્રણ ઓફિસો મળીને છ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા.

કંપનીએ ઓન સિક્યોર લોન લીધી હોવાનું અને એકો મોડેશન એન્ટ્રી લીધી હોવાનું પણ દરોડામાં સામે આવ્યું છે. એકોમોડેશન એન્ટ્રીઓમાં રોકડા આપીને ચેકથી નાણા પરત લઈ લેવાની કે ગેરરીતિનો સમાવેશ થાય છે. બીજી તરફ લોન્ગટર્મ અને શોર્ટટર્મ કેપિટલ ગેઈનના બોગસ બિલ પણ આપવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ રકમ લોન તરીકે દર્શાવવામાં આવી છે અને કંપનીઓએ વેચાણના બોગસ બિલ આપ્યા છે. આ બિલના નાણાંને ખર્ચ તરીકે દર્શાવીને ગેરકાયદેસર રીતે ખર્ચ લીધો હોવાનું પણ જાણવા મળ્યું છે. આમ વેચાણના માત્ર બિલ આપીને કરચોરી કરી છે. ચાર જુદા જુદા બિઝનેસ સાથે સંકળાયેલી કંપનીઓના રોકડના વેપારના ડેટાઓ મળી આવ્યા છે. બિલ વિના કોલસાનો મોટો વેપાર કરવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!