ગુજરાત શિક્ષણ બોર્ડનું ધો-12 સાયન્સનું 84.33% અને સા.પ્રવાહનું 92.71% રિઝલ્ટ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધો-12 સાયન્સનું 84.33% અને સા.પ્રવાહનું 92.71% રિઝલ્ટ જાહેર થયું છે. 2026ની પરીક્ષામાં ધોરણ 12 સાયન્સના 1,19,263 અને સામાન્ય પ્રવાહના 5,01,286 એમ કુલ 6.20 લાખ પરીક્ષાર્થી હતા.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 84.33 ટકા પરિણામ

રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ ધોરણ-12નું પરિણામ જાહેર કર્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 84.33 ટકા આવ્યું છે. મુખ્ય પરીક્ષા 2026 વિજ્ઞાન પ્હવાહની જાહેર પરીક્ષામાં કૂલ 156 કેન્દ્રો ઉપર 1,18,973 પરીક્ષાર્થી નોંધાયા હતા. જે પૈકી 1,18,256 પરીક્ષાર્થી ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નિયમિત વિદ્યાર્થીઓ 1,11,270 નોંધાયા હતા. તે પૈકી 1,11,090 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તે પૈકી 93,678 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 91.71 ટકા પરિણામ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 91.71 ટકા પરિણામ જાહેર કર્યું છે. આ પરીક્ષામાં 4,36, 572 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા.જેમાંથી કૂલ 4,03,362 વિદ્યાર્થીઓ પાસ થયા છે. તેમજ 15,859 પુનરાવર્તિત ઉમેદવારો પૈકી 14,864 ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 9367 ઉમેદવારો પાસ થયા છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં રાજ્યમાં સૌથી ઓછું પરિણામ ધરાવતો જીલ્લાની વાત કરીએ તો અમદાવાદ છે. જેનું પરિણામ 87.10 ટકા છે. જ્યારે ડાંગ જિલ્લો રાજ્યમાં સૌથી વધારે પરિણામ ધરાતો જિલ્લો રહ્યો છે. ડાંગનું પરિણામ 97.88 ટકા રહ્યું છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યભરમાં સૌથી ઓછું પરિણામ ધરાવતા જિલ્લાની વાત કરીએ તો 57.44 ટકા પરિણામ સાથે દાહોદ જિલ્લો સૌથી પાછળ છે.

2 thoughts on “ગુજરાત શિક્ષણ બોર્ડનું ધો-12 સાયન્સનું 84.33% અને સા.પ્રવાહનું 92.71% રિઝલ્ટ જાહેર

  1. Sports betting here feels incredibly smooth and the odds are always competitive. I appreciate how the app tracks my live matches in real time without draining my battery. Deposits and withdrawals go through instantly using local payment methods. If you want a dedicated gaming hub that actually respects player convenience this is it. gamingmwgbet

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!