અમદાવાદ: સ્ટેટ GST વિભાગે પાન મસાલાના વેપારી પર મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદ સ્થિત રાજશ્રી પાન મસાલા અને ફ્લેવર તમાકુના વેપાર સાથે સંકળાયેલા વેપારીને GST વિભાગે દરોડા પાડ્યા છે. આ દરોડા દરમિયાન અંદાજિત 1.93 કરોડથી વધુની કરચોરી ઝડપાઈ છે. તપાસ દરમિયાન રોકડ વ્યવહારો અને બિન હિસાબી વેચાણ તેમજ બિન હિસાબી સ્ટોક જેવી ગેરરિતીઓ ધ્યાનમાં આવી હતી.
1.93 કરોડની કરચોરી ઝડપાઈ
રાજ્યના GST વિભાગ દ્વારા આ કેસમાં સરકારી આવકના રક્ષણ અને વસૂલાત માટે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. સ્ટેટ GST વિભાગ દ્વારા પાનમસાલાના વેપારીને ત્યાં દરોડા પાડી તપાસ કરવામાં આવી હતી.આ દરમિયાન રૂ. 1.93 કરોડની કરચોરી ઝડપાઈ છે.
આ દરોડાથી વેપારી ડિલર વર્ગમાં ફફાડટ
પાપ્ત માહિતી પ્રમાણે ડિલરે રોકડમાં કરેલા વ્યવહાર હિસાબમાં ન બતાવ્યાનો ખુલાસો પણ થયો છે. બીજી તરફ રાજશ્રી પાન મસાલાના આટલી મોટી કરચોરીને લઈ અન્ય પાન મસાલાના વેપારીઓને ત્યાં પણ દરોડા પડી શકે તેવી શક્યતાઓ વધી છે. ત્યારે હવે આ દરોડાથી વેપારી ડિલર વર્ગમાં ફફાડટ વ્યાપી ગયો છે.