ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં શરૂ થયેલી હિમવર્ષાને કારણે રાજ્યભરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા બે દિવસથી ઉત્તરી પવન ફૂંકાવાના કારણે રાતના તાપમાન એટલે કે લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. જેનાથી લોકો ઠુંઠવાઈ રહ્યા છે. મંગળવારના રોજ રાજ્યમાં નલિયા 6.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે. ત્યારે જાણો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત રાજ્યના તમામ શહેરોનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન.
સવારે શાળા, કોલેજ અને નોકરીએ જનારાની હાલત કફોડી બની હતી. સ્વેટર, ટોપી અને જેકેટ પહેરવા છતાં લોકો થરથર કાંપતા હતા. હવામાન વિભાગ દ્વારા આગામી 10મી ડિસેમ્બર પછી ઠંડીની તીવ્રતામાં વધારો થશે તેવી કરવામાં આવેલી આગાહી સાચી ઠરતી હોય તેમ હાલના તબક્કે લાગી રહ્યું છે. રાત્રે કાતિલ ઠંડીના કારણે તાપણાંની મોસમ પણ ખીલી ઉઠી હતી.
લોકોને દિવસે પણ ગરમ વસ્ત્રો પરિધાન કરવાની ફરજ પડી હતી. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાવાની સાથે દિવસનું તાપમાન પણ 3.4 ડિગ્રી ઘટી જતા નગરજનો દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરીને ફરતા જોવા મળ્યા હતા. દિવસે પણ ઠંડા પવનને કારણે લોકોએ સૌપ્રથમ વખત શિયાળાની મોસમનો અનુભવ કર્યો હતો.
| શહેર | મહત્તમ તાપમાન (°C) | લઘુત્તમ તાપમાન (°C) |
| અમદાવાદ | 27.7 (09/12) | 13.7 |
| અમરેલી | 27.0 (09/12) | 13 |
| વડોદરા | 26.4 (09/12) | 10.2 |
| ભાવનગર | 26.2 (09/12) | 14.7 |
| ભુજ | 27.5 (09/12) | 11.4 |
| દાહોદ | 25.0 (09/12) | 9.5 |
| દમણ | 28.6 (09/12) | 15.4 |
| ડાંગ | 28.8 (09/12) | 8.2 |
| ડીસા | 25.7 (09/12) | 10.3 |
| દીવ | 28.2 (09/12) | 11.5 |
| દ્વારકા | 26.6 (09/12) | 15.6 |
| ગાંધીનગર | 28.5 (09/12) | NA |
| જામનગર | 25.8 (09/12) | 15.3 |
| કંડલા | 29.2 (09/12) | 14.5 |
| નલિયા | 27.6 (09/12) | 6.4 |
| નર્મદા | 27.4 (09/12) | NA |
| ઓખા | 26.5 (09/12) | 20.5 |
| પોરબંદર | 28.0 (09/12) | 14.5 |
| રાજકોટ | 27.9 (09/12) | 11.3 |
| સુરત | 28.0 (09/12) | 14.2 |
| સુરત KVK | 28.4 (09/12) | 16.4 |
| વેરાવળ | 28.4 (09/12) | 15.7 |