જૂનાગઢ-વેરાવળ હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માત, 5 વિદ્યાર્થીઓ સહિત 7ના કરુણ મોત

accident on junagadh veraval highway 7 died

જૂનાગઢના માળિયા હાટીના નજીક આવેલ ભંડુરી પાસે બે કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ વિદ્યાર્થી સહિત સાત લોકોનાં મોત નિપજ્યાં. પ્રાથમિક માહિતી અનુસાર કાર ચાલકે કાબુ ગુમાવતાં ડીવાઇડર કૂદીને રોંગ સાઇડમાં જઇ રહેલી કાર સાથે ધડાકાભેર ટકરાતાં સાત લોકોના મોત નિપજ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે સવારે આઠ વાગ્યા આસપાસ સોમનાથ-જેતપુર હાઇવે પર ભંડુરી ગામ પાસે બે કાર વચ્ચે સર્જાયેલા ગોઝારા માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત નિપજ્યા છે. જેમાં કાર સવાર વિદ્યાર્થીઓ કેશોદથી ગડુ ખાતે પરીક્ષા આપવા આપવા માટે જઇ રહ્યા હતા. આ અકસ્માતમાં 5 વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે, પાંચેય વિદ્યાર્થીઓ કેશોદની આસપાસના રહેવાસી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. જ્યારે મૃતકોમાં અન્ય બે લોકો જાનુડા ગામના વતની છે.

બે કાર વચ્ચે ટક્કરને કારણે એક કારમાં રહેલો ગેસનો બાટલો ફાટી ગયો હતો અને આને કારણે બાજુમાં રહેલા ઝૂંપડામાં આગ લાગી ગઇ હતી. હાઇવે પર વહેલી સવારે અકસ્માતને કારણે આજુબાજુના લોકો એકઠા થઇ ગયા હતા અને બચાવ કામગીરી માટે પોલીસ અને 108ને જાણ કરી હતી.

અકસ્માતની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. હાલ મૃતદેહોને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રસ્તા પરથી પસાર થતાં લોકોના જણાવ્યા અનુસાર એક કાર બ્રિજ તરફથી જઇ રહી હતી અને સામેથી આવતી બીજી કાર કોઇ કારણોસર ડિવાઇડર કૂદીને બ્રિજ તરફથી જતી કારને સામેથી ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે બંને કારનો કચ્ચરઘાણ વળી ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!