ગુજરાતમાં ગરમીનું રૌદ્ર સ્વરૂ, આગામી પાંચ દિવસ રાજ્યમાં ગરમીનું યલો એલર્ટ, હીટવેવની આગાહી

એપ્રિલ મહિનો પુરો થવા આવ્યો છે અને ગરમીએ પણ પોતાનું અસલી સ્વરૂપ દેખાડવાનું શરુ કર્યું છે. ગુજરાતમાં મહત્તમ તપામાન 42 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. અને આકાશમાંથી આગ વરસી રહી છે. રાજકોટ 42.7 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 41.5° ગરમી સાથે ‘રિયલ ફીલ’ની અસર જોવા મળી રહી છે. લોકોને 41.5°Cમાં 43°Cનો અનુભવ થઈ રહ્યો છે.

બપોરના સમયે રસ્તાઓ ખાલીખમ

બપોરે 12થી 4 શહેરના મુખ્ય રસ્તાઓ પર ‘કર્ફ્યૂ’ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે બપોરના સમયે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળતા ટૂ-વ્હિલર ચાલકો મોઢે રૂમાલ, હેલ્મેટ અને ચશ્મા પહેરીને ‘લૂ’ થી બચવા મથામણ કરી રહ્યા છે.

આગામી 5 દિવસ રાજ્યમાં ગરમીનું યલો એલર્ટ

હવામાન વિભાગે 29 એપ્રિલ સુધી સમગ્ર રાજ્યમાં ભારે ગરમીની આગાહી સાથે ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતા અને પશ્ચિમી સૂકા પવનો ફૂંકાવાને કારણે વાતાવરણ વધુ શુષ્ક બનશે, જેનાથી લોકોએ હજી વધુ શેકાવું પડશે. હવામાન વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, આગામી 24 કલાકમાં તાપમાનમાં હજુ 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.

આગામી 26મી એપ્રિલે જ્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થવાનું છે, ત્યારે કુદરત પણ કસોટી કરશે. હવામાન વિભાગના મતે 26 તારીખે વાતાવરણ એકદમ શુષ્ક રહેશે અને પારો 40થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની પૂરી શક્યતા છે.

અમદાવાદમાં 41 ડિગ્રીએ હિટવેવ જેવી સ્થિતિ

રાજ્યમા પવનની દિશા બદલાઇને શરૂ થયેલાં ગરમ-સુકા પવનોની અસરથી ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્યથી 1.3 ડિગ્રી વધીને 41.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 8.30 કલાકે 59 ટકા અને સાંજે 5.30 કલાકે 18 ટકા નોંધાયું હતું. દિવસ દરમિયાન આકાશ સ્વચ્છ રહેતાં ગરમીની સાથે બફારો વધતાં લોકોએ 41.0 ડિગ્રીએ 43 ડિગ્રી ગરમીનો અનુભવ કર્યો હતો.

3 thoughts on “ગુજરાતમાં ગરમીનું રૌદ્ર સ્વરૂ, આગામી પાંચ દિવસ રાજ્યમાં ગરમીનું યલો એલર્ટ, હીટવેવની આગાહી

  1. Really loving the vibe here. Everything feels very intuitive and the bonuses are actually helpful for new players. Highly recommend vnnohu1

  2. [1634]phwin777 Official Login | Online Slots Philippines GCash Bonus,phwin777 offers a seamless app download for the best gaming experience. Enjoy fast GCash transactions and learn baccarat rules to start winning. Join today! visit: phwin777

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!