અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર દેવું 1317.67 કરોડનું છે. હજી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વર્લ્ડ બેંક પાસે 3000 કરોડની લોન માંગી છે. જે પાસ તો થઈ ગઈ છે પણ હજી લોનની ચૂકવણી નથી થઈ. એટલે જો ચૂકવણી થશે તો આપણા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરનું કુલ માતબર દેવું 4317.67 કરોડ જેટલું થશે.
હવે આ દેવાની ચૂકવણી બે રીતે થઈ શકે?
1. કરવેરા વધારીને
2. ખર્ચ ઓછા કરીને.
દેવું ઘટાડવાના પહેલા ઉપાય ઉપર આવીએ તો આપણી પાસેથી અત્યારે પણ અસહ્ય કરવેરા ઉઘરાવવામાં આવી રહયા છે. જેમકે મિલકત વેરાની વાત કરીએ. અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વ્યવસાયિક મિલકતો ઉપર બે ગણો મિલકત વેરો લઈ રહી છે. જેની સામે આ વ્યાવસાયિક મિલકતો ઉપર પાર્કિગની વ્યવસ્થા જે તે વ્યવસાયિક મિલકતોના હોદેદારોએ કરવાની છે. લો બોલો વ્યવસાયિક મિલકતોના નામે મિલ્કતો વેરો સરકાર ઉઘરાવે અને ખર્ચા સ્થાનિક વ્યવસાયિક મિલકતોના હોદેદારોએ કરવાના?
બીજું આપણી ઉપર 18 % જેટલો માતબર કર ઉઘરાવાઈ રહ્યો છે. જેમકે કોઈ સેવા આપણે લીધી કે કોઈ વસ્તુ આપણે ખરીદી તો બંને ઉપર 18 % જેટલો GST આપણે ભરી રહ્યા છે. તો શું હવે દેવી ઘટાડવા આનાથી પણ વધારે કર અમારી ઉપર થોપશો?
હવે દેવું ઘટાડવાના બીજા ઉપાય ઉપર આવીએ તો ખર્ચા ઘટાડીને દેવું ઘટાડી શકાય. તો શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાના કર્મચારીઓના વેતન-પગાર, સવલતો અને ભથ્થા ઘટાડશે ? સત્તાધારી પક્ષ ઉત્સવોના નામે સરકારી તાયફા ઘટાડશે ?
બીજું આપણે માત્ર આ લોકોને પ્રશ્નો જ નથી પૂછવાના પણ તેમની જોડેથી લેખિતમાં બાહેધરી લેવાની છે કે આ દેવું ઘટાડવા માટે અમે શું આયોજન કરશું અને જ્યાં સુધી દેવું ના ઘટે ત્યાં સુધી કોઈ પણ સરકારી તાયફા નહીં કરીએ અને પોતપોતાના વેતન – પગાર વધારો કે સવલતો નહીં માંગીએ.પછી જુવો કયો માઈનો લાલ કે લાલી જનસેવા કરવા આગળ આવે છે ?
અને સાચા અર્થમાં જો આપે આ સમસ્યાનું નિરાકરણ લાવવું હોય તો આ અંગેનો વીડિયો બનાવી પોતપોતાના સોશ્યલ મીડિયામાં મુકો. બધા પગચંપી કરનાર ઉમેદવારો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરના પગ નીચે રેલો આવશે, એટલે થોડી વાર ભારત માતાકી જય ના બનાવટી નારા બોલવાનું બંધ કરીએ અને આનો શું જવાબ આપવો એ વિચારો.