ભરૂચના ઝઘડિયા GIDC માં મોટો વિસ્ફોટ, આગથી અફરાતરફી ફેલાઈ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી મેટ્રોપોલિટન એક્સાઇકેમ કંપનીમાં જોરદાર વિસ્ફોટ બાદ ભીષણ આગ લાગી હતી. વિસ્ફોટનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો. જેના કારણે નજીકના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો.

આગની માહિતી મળતાં ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગને કાબુમાં લેવા માટે બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી.

પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતમાં કેટલાક કામદારો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આગ એટલી ભયંકર હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા. હાલમાં આગને કાબુમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે, અને વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

પોલીસ અને વહીવટીતંત્ર પણ ઘટનાસ્થળે પહોંચીને આ મામલાની તપાસ કરી રહ્યું છે.

6 thoughts on “ભરૂચના ઝઘડિયા GIDC માં મોટો વિસ્ફોટ, આગથી અફરાતરફી ફેલાઈ

  1. Honestly the best gaming experience I have had in a while. The bonuses are generous and the customer support team is actually helpful. Highly recommended for all players. Visit 88korwin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!